ETV Bharat / state

Ahmedabad Crime News : આધાર કાર્ડ ફોર્મમાં મહિલા કાઉન્સીલરના નકલી સહી સિક્કા કરી આપનારી મહિલાને પોલીસે ઝડપી પાડી - Ahmedabad Crime

અમદાવાદમાં મહિલા કાઉન્સીલરના નકલી સહીસિક્કા કરી આપનારી મહિલા આરોપી (Woman arrested with fake stamp) ઝડપાઈ હતી. CHC સેન્ટરમાંથી વ્યક્તિએ મહિલા કાઉન્સીલરને ફોન કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ત્યારે હવે કાઉન્સીલરે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.

આધાર કાર્ડ ફોર્મમાં મહિલા કાઉન્સીલરના નકલી સહીસિક્કા કરી આપનારી મહિલાને પોલીસે કરી સીધી

author img

By

Published : Jan 24, 2023, 7:57 PM IST

CHC સેન્ટરના નિલેશભાઈએ મહિલા કાઉન્સીલરને કરી જાણ

અમદાવાદઃ વર્તમાન સમયમાં ગુનાખોરી વધી રહી છે. આરોપીઓ ગુનાઓને અંજામ આપવા માટે અવનવા પેંતરા અજમાવે છે. ત્યારે હવે શહેરના પોશ વિસ્તાર સેટેલાઈટમાં આધાર કાર્ડની કામગીરી માટે કાઉન્સીલરના બોગસ સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે નવા વાડજના કાઉન્સીલર ભાવનાબેન વાઘેલાએ આનંદનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી એક મહિલાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો Mahisagar Crime નકલી પોલીસ બનીને રોફ જમાવતા આરોપીને અસલી પોલીસે ચખાડી મજા

ગેરરીતિનો કિસ્સો સામે આવ્યોઃ સામાન્ય રીતે આધાર કાર્ડમાં મોટું અપડેટ કરાવવા એક ખાસ ફોર્મ ભરીને આપવામાં આવતું હોય છે, જેમાં કાઉન્સિલર, ધારાસભ્ય અથવા તો ગેજેટેડ ઓફીસરના સહીસિક્કા જરૂરી હોય છે અને સામાન્ય રીતે કોઈ પણ કાઉન્સીલર અથવા તો ધારાસભ્ય કોઈ પણ અરજદાર તેમની પાસે જાય તો તેઓ સહી સિક્કા કરી જ આપતા હોય છે. તેમ છતાં પણ આ સહીસિક્કાની ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો છે.

CHC સેન્ટરના નિલેશભાઈએ મહિલા કાઉન્સીલરને કરી જાણઃ સોમવારે મહિલા કાઉન્સીલર ભાવના વાઘેલાને સીજી રોડ પરના સી.એચ.સી. સેન્ટરમાંથી નિલેશભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે, એક બહેન નવું આધાર કાર્ડ બનાવવાના ફોર્મ ઉપર તેમના સિક્કાવાળું ફોર્મ લઈને આવ્યા છે. આ ફોર્મ ચેક કરતા તેમનો સિક્કો ન હોવાની શંકા જણાય છે, જેથી મહિલા કાઉન્સીલરે ફોર્મનો ફોટો મગાવ્યો હતો. તે જોતા તેમાં તેમનો સિક્કો ગુજરાતીમાં મારેલો હોય અને તેમાં અંગ્રેજીમાં સહી કરેલી હોવાનું ધ્યાને આવ્યું હતું અને તે સિક્કો અને સહી તેમની ન હોવાનું ખૂલ્યું હતું, જે બાદ તેમણે તે મહિલાને ફોર્મ સાથે પોતાની ઑફિસે બોલાવીને પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આરોપી મહિલાએ આપી માહિતીઃ મહિલાએ જણાવ્યું હતું કે, તેને ફોર્મ ઉપર સહીસિક્કા શ્યામલમાં સેટેલાઈટ, મેડિલિન્ક હોસ્પિટલની સામે આવેલા સોમેશ્વર કોમ્પલેક્સની ઑફિસમાં એસ. એમ. ડિજિટલ સેવા નામની ઑફિસમાંથી કરી આપવામાં આવ્યા છે, જે બાદ મહિલા કાઉન્સીલર સેટેલાઈટની ઑફિસે પહોંચ્યા હતા. ત્યાં ઑફિસમાં મનીષા શેખ નામના એક મહિલા મળી આવતા તેને આ ફોર્મમાં કરવામાં આવેલા સહીસિક્કા બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે, તેની ઑફિસે આવતા દુર્ગા પ્રસાદ યાદવ નામના વ્યક્તિ દ્વારા આ ફોર્મ લઈ જઈને તેમાં સહી સિક્કા કરીને તેને પરત આપવામાં આવતા હતા. તે બાદ મનીષા શેખ તે ફોર્મ અરજદારને આપીને સિવિક સેન્ટર મોકલી દેતી હતી.

અન્ય આરોપીને પકડવા તપાસ શરૂઃ અંતે મહિલા કાઉન્સિલર ભાવનાબેન વાઘેલાએ આ સમગ્ર મામલે આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ગુનો દાખલ કરી મનીષા શેખની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપીને પકડવા કવાયત તેજ કરી છે. આ અંગે આનંદ નગર પોલીસ સ્ટેશનના PI વી. એમ. દેસાઈએ જણાવ્યું હતું કે, મહિલા કાઉન્સીલરની ફરિયાદના પગલે પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનાના મુખ્ય આરોપીને પકડવા માટે ટીમો કામ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.