અમદાવાદ સમગ્ર રાજ્યમાં નવેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીએ પગપેસારો કરી લીધો છે. વિવિધ સ્થળોએ 14થી 17 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન (lowest temperature in gujarat) નોંધાયું હતું. સાથે જ આ મહિને ઠંડીનો જોર વધવાના નિર્દેશ પણ હવામાન વિભાગે (Meteorological department forecast) આપી દીધા છે.
ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડું શહેર તો આ વખતે ઠંડીની શરૂઆતથી (Winter in Gujarat) જ ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. અહીં લઘુતમ તાપમાન (lowest temperature in gujarat) 14.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કચ્છના નલિયામાં 16.3 ડિગ્રી, અમદાવાદ અને વડોદરામાં 17 ડિગ્રી, ભૂજમાં 20.3 ડિગ્રી, ભાવનગરમાં 19.4 ડિગ્રી, દમણમાં 20.6 ડિગ્રી, ડીસામાં 18.8 ડિગ્રી, કંડલામાં 20.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે સુરતમાં 21 ડિગ્રી લઘુતમ તાપમાન જોવા (lowest temperature in gujarat) મળ્યું હતું.
હજી ઠંડી વધે તેવી શક્યતા એટલે કે નવા મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો (Winter in Gujarat) પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે (Meteorological department forecast) આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ઠંડી વધશે. જ્યારે સમગ્ર રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. એટલે હવે પછીના 5 દિવસ તાપમાન યથાવત્ રહેશે. ત્યારબાદ ઠંડી હજી વધે તેવી આગાહી છે. રાજ્યમાં આગામી 2થી 3 દિવસ સુધી લઘુતમ તાપમાન (lowest temperature in gujarat) 18થી 23 ડિગ્રી સુધી રહી શકે છે. એટલે વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાશે. બીજી તરફ રાજ્યમાં કેટલીક જગ્યાએ હજી પણ ગરમી અનુભવાઈ રહીછે.