ETV Bharat / state

રાજ્યમાં શિયાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતરઃ નીતિન પટેલ - Chief Minister Vijay Rupani

અમદાવાદ: સોલા ભાગવત ખાતે લવ-કુશ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપના નેતા પુરૂષોત્તમ રૂપાલા સહિત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અમદાવાદના મેયર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદારોએ પણ હાજરી આપી હતી.

Nitin Patel
નીતિન પટેલ
author img

By

Published : Jan 12, 2020, 7:04 PM IST

પત્રકારોને સંબોધન કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં શિયાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. નર્મદા યોજના દ્વારા ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ સરદાર સરોવરમાં પણ પાણીનો સંગ્રહ છે. ત્યારે શિયાળુ પાકમાં જ્યાં જરૂર છે, ત્યાં ખેડૂતોને વધારે પાણી મળી રહે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. કડી, કલોલ, સાણંદ, વિરમગામ, લખતર, વઢવાણ અને પાટડી તાલુકામાં બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડવામાં આવશે.

રાજ્યમાં શિયાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે: નીતિન પટેલ

Intro:અમદાવાદ:
બાઈટ: નીતિન પટેલ(નાયબ મુખપ્રધાન)

રવિવારના રોજ અમદાવાદના સોલા ભાગવત ખાતે લવકુશ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ અમદાવાદના મેયર બીજલ પટેલ દિપક નેતા પરેશ ધાનાણી મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પુરુષોત્તમ રૂપાલા જેવા અગ્રણીઓ હાજર રહ્યા હતા આ સાથે જ બીજા અનેક અધિકારીઓ પણ આ સંમેલનમાં જોવા મળ્યા હતા.

Body:આ પ્રસંગે નીતિન પટેલ જણાવે છે કે રાજ્યમાં શિયાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને નર્મદા યોજના દ્વારા ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે પાણી અપાઇ રહ્યું છે બીજી તરફ સરદાર સરોવરમાં પાણી નો સંગ્રહ છે ત્યારે શિયાળુ પાકમાં જ્યાં જરૂર છે ત્યાં ગ્રીન છે અને ખેડૂતોને વધારે પાણી મળી રહે તે માટેનું નિર્ણય કરવામાં આવ્યો છે કડી કલોલ સાણંદ વિરમગામ લખતર વઢવાણ પાટડી તાલુકામાં અને બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડી શકાતું હશે ત્યાં પાણી છોડાશે પાંચ ડ્રેઇનમાં સિંચાઇ માટે પાણી આપવાનો નિર્ણય કર્યો છે અને ૭૦ દિવસ સુધી પાણી ચાલુ રહેશે.

વધારેમાં નાયબ મુખ્યપ્રધાન જણાવે છે કે જીએસટી સમાધાન યોજનાની મુદત માં વધારો કરવામાં આવ્યો છે સમાધાન યોજનાની મુદત ૧૦ જાન્યુઆરીએ પૂર્ણ થવાની હતી અને રજૂઆત બાદ તેમાં વધારો કરી 25 જાન્યુઆરી કરવામાં આવી છે તે ૨૦ હજારથી વધારે વેપારીઓએ સમાધાન યોજના હેઠળ ફોર્મ ભર્યા જઈ અને 25 જાન્યુઆરી સુધી માફી યોજનાની મુદત વધારવામાં આવી છે આ યોજના હેઠળ વેપારીઓએ ટેક્સ ભરવાનું રહેશે પેનલ્ટી તેમજ વ્યાજમાંથી વેપારીઓને છૂટી આપવામાં આવે છે.

કડવું બોલવા અંગે નીતિન પટેલ જણાવે છે કે હું હંમેશા સત્ય બોલવા માટે ટેવાયેલો છું દવાઓ પણ કડવી હોય છે પરંતુ એ રોગ મુક્ત કરે છે ક્યારેક મારું બોલેલું સરકાર કે સમાજ માં એવું લાગતું હોય છે પરંતુ એક અડવું તેને લાંબા ગાળે ફાયદો કરાવતું હોય છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.