ETV Bharat / state

વટવાના બીબીપુરામાં વન્ય પ્રાણી દેખાતા લોકોમાં ભય

અમદાવાદમાં વટવાના બીબીપુરા આગળ આવેલા કોમ્પલેક્સમાં વન્ય પ્રાણી જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના કમ્પાઉન્ડમાં આ પ્રાણી ફરતું જોવા મળ્યું હતું. સ્થાનિકોને ડર લાગતા તેઓએ સરપંચને જાણ કરી હતી. જેથી સરપંચે વન વિભાગને આ બાબતની જાણ કરતા વન વિભાગની ટીમ દોડી આવી હતી.

વટવાના બીબીપુરામાં વન્ય પ્રાણી દેખાતા લોકોમાં ભય
વટવાના બીબીપુરામાં વન્ય પ્રાણી દેખાતા લોકોમાં ભય
author img

By

Published : Mar 7, 2021, 8:12 PM IST

  • વટવાના બીબીપુરામાં વન્ય પ્રાણી દેખાયું
  • સ્પોર્ટસ કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં વન્ય પ્રાણી દેખાતા લોકોમાં ભય
  • બીબીપુરાની આજુબાજુના વિસ્તારમાં વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન

અમદાવાદઃ વટવાના બીબીપુરા આગળ આવેલા કોમ્પલેક્સમાં વન્ય પ્રાણી જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જેથી સરપંચે વન વિભાગને આ બાબતની જાણ કરતા વન વિભાગની ટીમ દોડી આવી હતી. વન વિભાગે બીબીપુરાની આજુબાજુના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સાથે તેઓએ સ્પોર્ટસ કોમ્પ્લેક્સના CCTVની મદદથી આ પ્રાણીને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, રાત્રીનો સમય હોવાના કારણે તેઓ ઓળખી શક્યાં નથી. વન વિભાગે 40થી વધુ લોકોની અલગ-અલગ ટીમ બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આ પણ વાંચોઃ મોડાસા તાલુકાના મોરા ગામમાં દિપડો પાંજરે પૂરાયો

આજુબાજુના વિસ્તારમાં 3થી 4 પાંજરા ગોઠવવામાં આવ્યાં

આ કોમ્પ્લેક્સમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં 3થી 4 પાંજરા પણ ગોઠવ્યા છે. બીબીપુરાની આજુબાજુના 8 ગામોમાં ટીમ સર્ચ ઓપરેશન કરી રહી છે. હાલમાં બીબીપુરા, વાંચ, હાથીજણ, ગત્રાલ, મેમદપુરા, વટવા, ગેરતપુર, ધામત, વણ સહિત આજુબાજુના દશેક ગામોના ખેતરોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા ટીમો બનાવીને વન્ય પ્રાણીને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પિંજરા પણ મુકવામાં આવ્યા છે. હાલમાં વન વિભાગની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.