ETV Bharat / state

મહંત સાથેના આડાસંબંધોથી કંટાળી પત્નીની છાતીએ બેસી ગળું દબાવી દીધુ - ahmedabad husband murder his wife cctv

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા આકૃતિ ટાઉનશીપમાં પતિએ કરેલી પત્નીની હત્યા (husband murder his wife in ahmedabad) મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. આ મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે પત્નીના મહંત સાથેના આડા સંબંધના (wifes affair with the mahant) કારણે તેની હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. આરોપીએ પાંચ દિવસ પહેલા જ પત્નીની હત્યાનું કાવતરું રચીને અંતે સુઈ રહેલી પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી.

આડાસંબંધોથી કંટાળી પત્નીની છાતીએ બેસી ગળું દબાવી દીધુ

author img

By

Published : Dec 25, 2022, 5:15 PM IST

આડાસંબંધે ઉજાડ્યું ઘરઃ

અમદાવાદઃ શનિવારે વહેલી સવારે નારોલ વિસ્તારમાં આવેલા આકૃતિ ટાઉનશીપમાં મકાન નંબર એચ 502માં એક મહિલાનો મૃતદેહ હોવાનો મેસેજ મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં બેડરૂમમાં એક 30 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે તપાસ કરતા યુવતીનું નામ રીન્કુ ઉર્ફે રીયા ભારદ્વાજ હોવાનું ખુલ્યું હતું. પોલીસે ઘરમાં તપાસ કરતા તેના સિવાય કોઈપણ વ્યક્તિ ન મળી આવતા આસપાસના લોકોની પૂછપરછ કરી હતી.

wifes affair with the mahant husband murder his wife in ahmedabad crime news
આડા સંબંધના કારણે હત્યાને અંજામ આપ્યો

એમપી બોર્ડર પાસે પોલીસે ટ્રેન રોકીઃ તેની સાથે ઘરમાં તેનો પતિ અજય ભારદ્વાજ અને બે બાળકો રહેતા હોવાનું જણાવા મળ્યું હતું. જેથી પોલીસે ફ્લેટમાં લાગેલા સીસીટીવી (ahmedabad husband murder his wife cctv) ફૂટેજ ચેક કરતા તેમાં વહેલી સવારે 5:00 વાગે મૃતક યુવતીનો પતિ સામાન લઈને તેના બે બાળકોને લઈને નીકળતો નજરે પડ્યો હતો, જેથી તેણે જ પત્નીની હત્યાને અંજામ આપ્યો હોવાની ખાતરી (husband murder his wife in ahmedabad ) થતા પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપી અજય ભારદ્વાજના મોબાઇલનું લોકેશન પોલીસે પાંચ વખત કઢાવતા દર વખતે તે લોકેશન રેલવેના પાટાની પાસે જ આવતું હોવાનું જણાયુ હતું. તે દાહોદ તરફ જતો હોવાથી નારોલ પોલીસે રેલવે પોલીસ ફોર્સ તેમજ દાહોદ જિલ્લા પોલીસને જાણ કરી હતી અને ગુજરાત એમપી બોર્ડર પાસે પોલીસે ટ્રેન રોકીને તેમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો.

આડા સંબંધના કારણે હત્યા

મહંત સાથેના આડાસંબંધે ઉજાડ્યું ઘરઃ આરોપીને અમદાવાદ લાવીને નારોલ પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા હત્યા પાછળનો ભેદ ઉકેલાયો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તેણે 9 વર્ષ પહેલા પોતાની જ ફોઈની દીકરી રીન્કુ સાથે ઉત્તરપ્રદેશમાં પ્રેમલગ્ન કર્યા હતા અને જે બાદ પતિ-પત્ની ગુજરાતમાં સ્થાયી થયા હતા. છેલ્લા અમુક સમયથી અજય ભારદ્વાજની પત્ની રીન્કુને પેટમાં તકલીફ હોય તે પીપળજમાં એક મંદિરમાં દર્શન કરવા માટે જતી હતી, જ્યાંના મહંત સાથે તેનો પરિચય થયો હતો અને મહંત (wifes affair with the mahant) તેની સારવાર માટે અવારનવાર ઘરે આવતો હતો, મૃતક યુવતી પણ વારંવાર મંદિર જતી હતી. મહંત સાથેના આડા સંબંધોના કારણે રીન્કુ ભારદ્વાજ ઘર અને બાળકોમાં પણ ધ્યાન આપતી ન હતી અને જે બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. અંતે પત્નીનો પ્રેમી પતિની હાજરીમાં ઘરમાં આવીને બેડરૂમમાં જતો હોવાથી આરોપી અજય ભારદ્વાજે પત્નીની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો.

સુઈ રહેલી પત્નીની છાતીએ બેસી દબાવ્યું ગળુંઃ 23 મી તારીખે પતિ પત્ની અને બાળકો ઘરમાં જમીને સુઈ ગયા હતા અને પતિએ નક્કી કરેલા પ્લાન મુજબ રાતના દોઢ વાગે સૂઈ રહેલી રીન્કુ ઉર્ફે રિયાની છાતી પર બેસીને તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ તેણે પોતાના અને બાળકોના કપડા અને સામાનને બેગમાં પેક કરી સવારે 5:00 વાગે ઘરેથી નીકળી ગયો હતો. જે ઘટના ફ્લેટના CCTV માં કેદ થઈ હતી. પાંચ દિવસ પહેલા જ આરોપીએ પોતાની અને બે બાળકોની રેલવેમાં ટિકિટ બુક કરાવી હતી. તેને ખબર જ હતી કે પત્નીની હત્યા બાદ તે પકડાઈ જશે, પરંતુ પોતાના બંને બાળકોને વતનમાં પરિવારજનોને સોંપવા માટે તે જઈ રહ્યો હતો અને તે પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલો આરોપી અજય ભારદ્વાજ પીપળજમાં એક કંપનીમાં મજૂરી કરતો હતો, જોકે પોલીસને મૃતકના ફોનમાં મહંત સાથેના ફોટો પણ મળી આવ્યા છે, ત્યારે આરોપી પતિના નિવેદનને લઈને પોલીસે મૃતક રીન્કુ ઉર્ફે રિયાના પ્રેમીને પણ નિવેદન માટે બોલાવ્યો હતો અને હાલ બંનેના કોલ ડીટેલ કઢાવવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ગુનાને લઈને નારોલ પોલીસે પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.