ETV Bharat / state

દારૂડિયા પતિથી કંટાળી પત્નીએ કરી હત્યા, પરિવારજનોએ આરોપીનું ઉપરાણું લઈ પોલીસને ગેરમાર્ગે દોરી - Ahmedabad Crime News Update

અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં દારૂડિયા પતિથી કંટાળી પત્નીએ જ તેની હત્યા કરી (wife killed husband in amraiwadi) નાખી હતી. ત્યારે આ મામલે પરિવારજનોએ પોલીસને જાણ કરવાની જગ્યાએ તેમણે પુત્રવધુનું ઉપરાણું લીધું હતું. ને પોલીસને આ મામલે ગેરમાર્ગે દોરી હતી. જોકે, પોલીસે આખરે સાચી ઘટના સામે લાવી તપાસ શરૂ કરી છે.

દારૂડિયા પતિથી કંટાળી પત્નીએ કરી હત્યા, પરિવારજનોએ આરોપીનું ઉપરાણું લઈ પોલીસને ગેરમાર્ગે દોરી

author img

By

Published : Jan 16, 2023, 3:58 PM IST

પતિ દારૂ પીને ઝઘડો કરતો હતો

અમદાવાદ શહેરમાં એક પછી એક હત્યાની ઘટના સામે આવી રહી છે. ત્યારે ઉત્તરાયણના તહેવારે જ અમરાઈવાડી વિસ્તારમાં પત્નીએ જ પતિની હત્યા કરી હોવાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. ઉત્તરાયણના દિવસે મૃતક દારૂ પીને ઘરે આવ્યો હતો. ત્યારબાદ પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારે પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો Panchmahal Crime: મિત્રની સેક્સ્યુઅલ રિલેશનની માગથી કંટાળી આધેડે કરી હત્યા

મૃતક કોઈ કામધંધો કરતો નહતો આ અંગે મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના અને હાલ અમરાઈવાડીમાં રહેતા 56 વર્ષીય કમળાબેન ચારણ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પતિ નિવૃત્ત જીવન ગુજારતા હતા. તેઓ પહેલા AMTSમાં ઈલેક્ટ્રિશન તરીકે નોકરી કરતા હતા. કમળાબેનને 2 દીકરા અને 2 દીકરી છે. તેમનો એક દિકરો દિપક કોઈ કામ ધંધો કરતો નહતો અને દારૂ પીવાની ટેવવાળો હતો.

પતિ દારૂ પીને ઝઘડો કરતો હતો ઉત્તરાયણના દિવસે કમળાબેનના બંને દિકરા મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા. દિપકની પત્ની નોકરી ઉપર ગઈ હતી, ત્યારે કમળાબેનનો બીજો દિકરો ધાબા ઉપરથી બપોરે નીચે આવ્યો અને બહાર મિત્રોને મળવા ગયો હતો. ત્યારબાદ દિપક પણ ધાબા પરથી નીચે આવી જમ્યા વિના ક્યાંક બહાર ગયો હતો. તે દરમિયાન કમળાબેન અને દિપકની પત્ની હેતલ ઘરે હાજર હતા. બપોરના સમયે દિપક દારૂ પીને ઘરે આવ્યો હતો અને ઘરમાં આવીને તેની પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

આ પણ વાંચો હત્યા કેસમાં બે આરોપીઓ ઝડપાયા, કોન્ટ્રાક્ટરના ઝઘડામાં લેવાયો હતો ભોગ

પરિવારજનોએ પુત્રવધુનો કર્યો બચાવ ત્યારબાદ પત્નીએ પતિનું ગળું દબાવતા તે જ સમયે દિપક ચારણનું મોત નીપજ્યું હતું. આ મામલે પરિવારજનોએ પુત્રવધુએ પુત્રની હત્યા કરી હોવાનો મામલો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવારે મૃતક પુત્રએ ફિનાઈલ પીધું હોવાનું કહી 108 એમ્બુલન્સ બોલાવી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાતા મૃતકની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

અમરાઈવાડી પોલીસે કરી કડક પુછપરછ અમરાઈવાડી પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને મૃતકના માતા અને પરિવારજનોના નિવેદન અને કડકપણે પૂછપરછ કરી હતી. ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવી હતી. પુત્ર દારૂ પીને વહુને ત્રાસ આપતો હોવાથી આ પગલું ભર્યું હોય અને સ્વબચાવમાં પતિની હત્યા કરી નાખી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. જોકે, આ ઘટનાની ગંભીરતાને લઈને અમરાઈવાડી પોલીસે હેતલ ચારણ નામની પત્ની સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

પોલીસે લીધા નિવેદન તો મૃતક દિપક ચારણ અને તેની પત્ની હેતલ ચારણના 15 વર્ષના લગ્ન જીવનમાં તેમને 11 વર્ષની એક દિકરી પણ છે. હાલ આરોપી હેતલને ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે. તેવામાં પોલીસે આ ઘટનાને લઈને પરિવારજનોના નિવેદન લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે મૃતકના માતા કમળાબેન ચારણે જણાવ્યું હતું કે, મારો પુત્ર અવારનવાર દારૂ પીને આવીને મારી પુત્રવધુને માર મારતો હતો. મારી પુત્રવધુએ મારા દીકરાની હત્યા નથી કરી. આ બનાવ સ્વબચાવમાં બન્યો છે.

પરિવારજનોએ મૃતકે ફિનાઈલ પીધું હોવાનું જણાવ્યું હતું આ અંગે I ડિવિઝનના ACP કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં પરિવારજનોએ મૃતકે ફિનાઈલ પીધું હોય અને બાદમાં તેના મિત્રો દ્વારા તેને દારૂ પીવડાવવામાં આવ્યો હોવાના ખોટા આક્ષેપ કર્યા હતા. જોકે પોસ્ટમોર્ટમના પ્રાયમરી રિપોર્ટમાં મોતનું કારણ સામે આવ્યું છે. તેના આધારે જ હત્યાનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસે પત્નીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.