અમદાવાદ: રાજ્યની અલગ અલગ મહાનગરપાલિકામાં મેયર સ્ટેન્ડની કમિટી ચેરમેન અને ડે.મેયરની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા તરીકે અમદાવાદ શહેરની ગણતરી થાય છે. અમદાવાદમાં અઢી વર્ષની ટર્મ માટે મહિલા મેયરની નિમણુંક કરવામાં આવી છે. જેમાં શાહીબાગ વોર્ડના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટીના ચેરમેન જઈને અમદાવાદ શહેરના નવા મેયર તેની નિમણૂક કરવામાં આવી છે.
પ્રતિભાબેન જૈનની નિમણૂક: અમદાવાદ શહેરના મેયર તરીકે પ્રતિભાબેન જૈનની નિમણૂક કરવામાં આવી છે. પ્રતિભાબેન જૈનનો જન્મ તારીખ 21 નવેમ્બર 1971 ના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ જૈન સમાજમાંથી આવે છે. તેમને અભ્યાસમાં બીએ વીથ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે. તેઓ કોલેજના અભ્યાસ સમયથી જ એબીવીપીના સભ્ય તરીકે સમાજ સેવાના કાર્યોમાં જોડાયા હતા. ત્યારથી જ સતત સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે. વર્ષ 2010 માં ભારતીય જનતા પાર્ટીના માધુપુર વોર્ડના ઉપપ્રમુખ તરીકે તેમને ફરજ બજાવી હતી.
અલગ અલગ કમિટીના સભ્ય: પ્રતિભાબેન જૈનને 2013 થી 2016 માં દરિયાપુર વિધાનસભાના પ્રભારી મંત્રી તરીકેની મહત્વની ફરજ આપી હતી. આ ઉપરાંત 2010 થી 2015 સુધી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માધુપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ ઉપરાંત તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ કમિટીના સભ્ય પણ બન્યા હતા. જેમાં હોસ્પિટલ કમિટી અને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના સભ્ય તરીકે કામગીરી કરી હતી. આ ઉપરાંત વેટરનીટી હોસ્પિટલમાં મેનેજિંગ ટ્રસ્ટી મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટીના ડેપ્યુટી ચેરમેન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા: પ્રતિભાબેન જૈન પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમની પાર્ટીએ ખૂબ જ કામ કરવાની તકો પણ આપી છે. તે તકનો તેમને પૂરેપૂરો ફાયદો પણ ઉઠાવ્યો છે. 2015 થી 2020 સુધી તેઓ શાહીબાગ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સીલર તરીકે તે સમયગાળા દરમિયાન રોડ એન્ડ બિલ્ડીંગ, રેવન્યુ કમિટી અને વોટર સપ્લાય કમિટીના સભ્ય તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત 2021 થી 2026 સુધી શાહીબાગ વોર્ડના મ્યુનિસિપલ કોર્પોરેટ તરીકે ચૂંટાઈને આવ્યા છે. તારીખ 31 મે 2021 થી 11 સપ્ટેમ્બર 2023 સુધી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન તરીકે ફરજ બજાવી હતી.
છઠ્ઠા મહિલા મેયર: પ્રતિભાબેન જૈનને તારીખ 11 સપ્ટેમ્બર 2023 ના રોજ અમદાવાદ શહેરના છઠ્ઠા મહિલા મેયર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. પ્રતિભાબેન જૈન અમદાવાદ શહેરની ખૂબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેર એ ગુજરાતનું સૌથી મોટું શહેર ગણવામાં આવે છે. અમદાવાદ શહેરનું બજેટ પણ 9000 કરોડથી પણ વધારે હોય છે. અમદાવાદ શહેરની આ જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહિલાને સોંપવામાં આવી છે.
Bhavnagar New Mayor: માળી સમાજના 58 વર્ષીય ભરતભાઈ બારડ બન્યા ભાવનગરના નવા મેયર