અમદાવાદ ‘વ્હીલચેર નહીં પણ દોડવા માટે જાણે પગ આપી દીધા હોય એવો ઉત્સાહ EVM સુધી જતા અનુભવાયો’ અમદાવાદના બાવળા તાલુકાના ધરજી ગામના રહેવાસી જોરૂભાઈ સાથાભાઈ પટેલના આ વાક્યો છે. રાજ્ય ચૂંટણી પંચે લોકશાહીના અવસરને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં (Gujarat Election 2022 Second Phase Poll ) રૂડો બનાવ્યો છે. સામાન્ય નાગરિકો સાથે ખભેખભો મિલાવીને દિવ્યાંગો મતદાન કરી શકે તે માટે 1,927 મતદાન મથકો પર વ્હીલચેર, 1956 સહાયકોની સુવિધા ઉભી (Wheelchair accessible polling booths ) કરાઈ હતી.
વ્હીલચેર પર મતદાન કરતા દિવ્યાંગ મતદાતાની વાત બાવળા તાલુકના ધરજી ગામના જોરૂભાઈના જણાવ્યા પ્રમાણે એક વર્ષ અગાઉ તેમને અકસ્માત નડ્યો હતો. જેના કારણે તેમના હાથ અને પગ નિષ્ક્રિય થઈ ગયા. પેરાલિસીસને કારણે તેમને દૈનિક ક્રિયાઓમાં પણ મુશ્કેલી નડવા લાગી. પરંતુ ચૂંટણી નજીક આવતા તેમનું મન મત આપવા માટે મક્કમ હતું. 40 વર્ષીય જોરૂભાઈને ધરજી ગામની જ શાળાના સંકુલમાં મતદાન (Gujarat Election 2022 Second Phase Poll ) કરવાનું હતું. બૂથ નં 257ના સ્ટાફે (Handicapped and disabled people vote ) તેમનો સંપર્ક કરીને તેઓને શાળા સુધી અને ત્યાંથી ઈવીએમ મશીન સુધી લઈ જવા માટે વ્હીલચેરની વ્યવસ્થા (Wheelchair accessible polling booths ) કરી હતી.
સહાયક પણ આપવામાં આવ્યાં તેમને કોઈપણ પ્રકારે અગવડ ન પડે તે માટે સહાયક પણ આપવામાં આવ્યાં હતાં.. આમ, ચૂંટણીપંચ દ્વારા મતદાન કરવા માટે તેમને જાણે પગ આપી દીધા હોય તેવી અનુભૂતિ થઈ. સાથોસાથ તેમના પરિવારજનોએ પણ વ્હીલચેર સહિતની સુવિધાઓ આપવા બદલ ચૂંટણી સ્ટાફ અને ચૂંટણી પંચનો આભાર (Handicapped and disabled people vote )માન્યો છે.
પેરેલાઈઝ્ડ મતદાતાનો સંતોષ કંઈક આવો જ અનુભવ રહ્યો સાણંદના વાઘજીપુરાના હંસાબેન વાઘેલાનો. 55 વર્ષીય હંસાબેન પેરેલાઈઝ્ડ હોવાથી હાથ અને પગ કાર્યરત નથી. દૈનિક ક્રિયા માટે પણ તેઓ પરવશ છે. પરંતુ તેઓ મતદાનના હક્કથી વંચિત ન રહે તે માટે સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આંગણવાડી કાર્યકરોએ બીડું ઝડપ્યું. હંસાબેનને સલામતીપૂર્વક વ્હીલચેરમાં (Wheelchair accessible polling booths ) બેસાડી વાઘજીપુરા પ્રાથમિક શાળા સ્થિત મતદાન કેન્દ્ર સુધી લઈ જવામાં આવ્યા. જ્યાં તેમણે મતદાન (Gujarat Election 2022 Second Phase Poll ) કરીને સંતોષની લાગણી અનુભવી (Handicapped and disabled people vote )હતી.
આ રીતે ગોઠવાઇ હતી વ્યવસ્થા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ કહે છે કે, અમદાવાદ જિલ્લાના 1,927 મતદાન કેન્દ્રો પર દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા (Wheelchair accessible polling booths ) ગોઠવવામાં આવી છે. વળી દિવ્યાંગોને બુથ પર જરૂરી કાર્યવાહી ઉપરાંત EVM સુધી લઈ જવા માટે 1956 સહાયકોની નિયુક્તિ પણ કરવામાં આવી છે. આ રીત ગુજરાતના તમામ નાગરિકોની જેમ ખભેખભો મિલાવીને દિવ્યાંગો મતદાન (Gujarat Election 2022 Second Phase Poll ) કરી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય ચૂંટણી પંચ (Handicapped and disabled people vote ) દ્વારા કરવામાં આવી છે.