મયંક વ્યાસે જણાવ્યું કે, લોકો પાસેથી મતદાન દરમિયાન અને મતદાન બાદ ઓપિનિયન લેવામાં આવતો હોય છે. જેમાં જુદા-જુદા ઉંમરના ગ્રુપ, ધર્મ, જાતિ, સમુદાય, વગેરે પાસાઓને આવરી લેવામાં આવતા હોય છે. એક્ઝિટ પોલની શરૂઆત વિદેશની ચૂંટણીઓમાં થતી હતી. ભારતમાં એક્ઝિટ પોલની શરૂઆત સૌપ્રથમ વાર 1960 માં થઈ હતી. એક્ઝિટ પોલના પરિણામો વિશે જોવામાં આવે તો લોકો જે અભિપ્રાય આપે તેના પરથી નક્કી કરવામાં આવતા હોય છે. જો જવાબ સાચા મળ્યા હોય તો પોલ સાચા સાબિત થાય અને અભિપ્રાય ખોટા અથવા અપૂરતા મળ્યા હોય તો પરિણામોમાં તફાવત પણ જોવા મળી શકે.
એક્ઝિટ પોલના પરિણામો વિશે એવું કહેવાય છે કે, તેમાં 15-20 ટકાનો ફેરફાર જોવા મળતો હોય છે. પરંતુ એવું બન્યું નથી ઘણી વાર જે પોલ હોય છે. તેના કરતાં વિપરીત પરિણામો પણ આવ્યા છે. 2004 અને 2009ના પરિણામોમાં એક્ઝિટ પોલ ખોટો પડ્યો હતો. તેવી જ રીતે બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ કરતા પરિણામો અલગ આવ્યા હતા. આમ એક્ઝિટ પોલને પરિણામ અગાઉ લોકોના અભિપ્રાયને લઈને કરવામાં આવતો સર્વે હોય છે. જે ક્યારેય રિઝલ્ટની નજીક હોય છે તો અમુક વાર ખોટો પણ ઠરે છે.