ETV Bharat / state

આર્થિક પેકેજ-2માં મજૂર, ખેડૂત, ગરીબને સરકારના ખજાનામાંથી શું મળ્યું? જુઓ પૃથક્કરણ...

author img

By

Published : May 14, 2020, 9:03 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે 20 લાખ કરોડના આર્થિક પેકેજમાં દરેક સેકટરનું ધ્યાન રાખીને રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમને આજે બીજા ભાગમાં રજૂ કરેલા આર્થિક પેકેજમાં પ્રવાસી શ્રમિકો, શહેરી ગરીબો અને નાના અને સીમાંત ખેડૂતો માટે જાહેરાતો કરી છે. તો જોઈએ આર્થિક પેકેજનું પૃથક્કરણ...

આર્થિક પેકેજ-2માં મજૂર, ખેડૂત, ગરીબને સરકારના ખજાનામાંથી શું મળ્યું? જૂઓ વિશ્લેષણ

અમદાવાદઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમને તેમની સ્પીચમાં જણાવ્યું હતું કે, પ્રવાસી શ્રમિકો, ખેડૂતો અને ગરીબો અમારી પ્રાથમિકતા છે. સંકટ આવતાંની સાથે અમે ગરીબોના ખાતામાં પૈસા પહોંચાડ્યા હતાં. લૉક ડાઉનમાં પણ સરકાર સતત કામ કરી રહી છે. આર્થિક પેકેજનો પહેલો હિસ્સો એમએસએમઈના નામે હતો. હવે બીજો હિસ્સો શ્રમિકો, ગરીબો અને ખેડૂતો માટે છે. જો કે આર્થિક પેકેજનો બીજો ભાગ કેટલો ફાયદો કરાવશે તે માટે જુઓ પૃથક્કરણ... અમદાવાદ સ્ટુડિયોથી સીનિયર રિપોર્ટર પારૂલ રાવલ અને બ્યૂરો ચીફ ભરત પંચાલનું પૃથક્કરણ...

નાણાં પ્રધાને આજે ગુરુવારે પ્રવાસી શ્રમિકોને મફત અનાજ, રોડ અને ફૂટપાથ પર રહેનારા લોકોને લોનની સુવિધા તેમજ ખેડૂતો માટે 30 હજાર કરોડના વધારાના ઈમરજન્સી ફંડની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ઓછા ભાડામાં શહેરી ગરીબોને ઘર મળશે. તેમજ સરકારે સૌથી મોટી જાહેરાત કરી હોય તો તે વન નેશન વન રાશન કાર્ડની છે. શ્રમિકો કોઈપણ રાજ્યમાં મજૂરી કરવા જશે તો તેને તે પોતાના રાશન કાર્ડ પરથી અનાજ-કઠોળ ખૂબ સસ્તાં ભાવે મેળવી શકશે. 50 લાખ ફેરિયાઓને સ્પેશિયલ લોન અપાશે. તેમ જ બીજી મહત્વની જાહેરાત છે કે ક્રેડિટ લીંક સબસિડીને માર્ચ-2021 સુધી લંબાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.