અમદાવાદ: વર્તમાનમાં અરબ સાગરમાં સર્જાયેલ ડિપ્રેશનને લીધે 24 ઓક્ટોબર સુધી દરિયામાં 'તેજ' નામના વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબ સાગરમાં વાતાવરણ બદલાવથી સર્જાયેલા 'તેજ' વાવાઝોડા માટે ભારતીય હવામાન વિભાગે સતર્ક રહેવાની આગાહી કરી છે. અરબ સાગરમાં માછીમારોને દૂર સુધી ખેડાણ ન કરવાની ચેતવણી આપી છે. શું છે 'તેજ' વાવાઝોડા સંદર્ભે હવામાન વિભાગની આગાહી?
- — IMD Ahmedbad (@IMDAHMEDABAD) October 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) October 21, 2023
">— IMD Ahmedbad (@IMDAHMEDABAD) October 21, 2023
બંગાળની ખાડીમાં સર્જાયું: હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમારોને અરબ સાગરના દક્ષિણ-પશ્ચિમ દરિયામાં દૂર સુધી ખેડાણ ન કરવા અંગે ચેતવણી આપી છે. હવામાન વિભાગે 'તેજ' વાવાઝોડા સાથે બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવા અંગે આગાહી કરી છે. 'તેજ' વાવઝોડાના કારણે ગુજરાતમાં વાતાવરણમાં બદલાવ આવી શકે છે. નવરાત્રીનો તહેવારમાં વાવાઝોડાથી કોઈ અડચણ સર્જાશે નહીં તેવો હાલ વર્તારો છે. હવામાન વિભાગ પ્રમાણે હાલનું લો-પ્રેશર 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે. હવામાન વિભાગે ઓક્ટોબર મહિનામાં આવા પ્રકારના વાવાઝોડાની આગાહી કરી હતી.
વેરાવળ બંદર પર એક નંબરનું સિગ્નલ: હાલ ગુજરાતના બંદરો પર 'તેજ' વાવાઝોડાને લઈને એક નંબરનું સિગ્નલ લગાવ્યું છે. વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને વેરાવળ બંદર પર એક નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. વાવાઝોડાની શક્યતા અને તેના નિર્માણ બાદ આગામી દિવસોમાં ભયજનક સિગ્નલોમાં ફેરફાર થઈ શકે છે.
998 કિમી અંતરે લો પ્રેશર: અરબ સાગરમાં ગુજરાતના વેરાવળથી 998 કિમી અંતરે લો-પ્રેશર સર્જાયું છે. 'તેજ' વાવાઝોડાનો વિસ્તાર સમુદ્ર સપાટી પર 3.1 કિમી સુધી ફેલાયેલો છે. આ લો-પ્રેશર હાલની દરિયાની સ્થિતિ અને વાતાવરણને જોતા ડિપ્રેશનમાં રુપાંતરિત થઇ શકે છે, જેના કારણે ઓમાન તરફના વિસ્તારમાં વાવાઝોડાની જેવી સ્થિતિ સર્જાશે. જેનાથી અરબ સાગરમાં માછીમારી કરતા માછીમારો માટે ખતરો બની શકે છે. આ માટે હવામાન વિભાગે માછીમારોને અરબ સાગરમાં દક્ષિણ-પશ્ચિમ તરફના દરિયામાં ખેડાણ ન કરવા માટે ચેતવણી આપી છે.