શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાય સમયથી પાણીની સમસ્યા ચાલી રહી હતી. જેના માટે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત પણ કરી હતી. પરંતુ કોઈ નિકાલ ન આવતા મહિલાઓ રોષ સાથે મેયરના ઘરનો ઘેરાવો કરવા પહોંચી હતી.
જેમાં 100થી વધુ મહિલાઓ ખાલી ઘડા લઈને મેયરના ઘરની બહાર પહોંચી હતી અને સુત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે જાણ થતા નવરંગપુરા પોલીસ પણ મેયરના ઘરે પહોંચી હતી અને ત્યાં વિરોધ કરી રહેલી મહિલાઓની અટકાયત કરી હતી. અટકાયત કરેલી મહિલાઓને નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવી હતી.