ભારતના પહેલા વિશ્વ હેરિટેજ શહેર અમદાવાદમાં અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ તબલા વાદક કુરેશી તેમના તબલાના તાલે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે પ્રસિદ્ધ ભારતીય જાઝના ગોડફાધર લુઇસ બેંકસ કે તથા જાઝ અને ભારતીય શાસ્ત્રીય સંગીત વચ્ચે સેતુનું કામ કરી રહેલ નિષ્ણાંત અને ઉત્કૃષ્ટ કમ્પોઝર જ્યોર્જ બ્રુક્ષે પણ હાજર રહ્યાં હતા. તેમજ પ્રસિદ્ધ વાંસળી વાદક રાકેશ ચોરસીયા અને બાસ પ્લેટર શેલડન ડી સિલ્વા ક્લાસિકલ કૃતિઓ રજૂ કરી હતી.
આ ક્રાફટ ઓફ આર્ટ ફેસ્ટિવલનો પ્રારંભ 2010માં થયો હતો.અને તેની મારફતે વિવિધ સ્મારકોનો લોકોને અને ખાસ કરીને યુવા પેઢીને પુન:પરિચય કરાવવાની શરૂઆત થઈ હતી. આ સમારંભ મારફતે સ્મારકો અને કલાકાર સાથે દૂર થતી સામાન્ય જનતા અને યુવાપેઢીને જોડવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.