ETV Bharat / state

વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચને લઈને અમદાવાદમાં VVIP નો જમાવડો, અમદાવાદ પોલીસ દ્વારા તૈયારીઓ પૂર્ણ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બહુ અપેક્ષિત ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ આવતી કાલે અમદાવાદમાં યોજાશે. ત્યારે સમગ્ર દેશ સહિત વિદેશમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આ મહા મુકાબલાને નિહાળવા પહોંચશે. ત્યારે અમદાવાદમાં VVIP ના જમાવડાના પગલે અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

અમદાવાદ પોલીસ દ્વારા તૈયારીઓ પૂર્ણ
અમદાવાદ પોલીસ દ્વારા તૈયારીઓ પૂર્ણ
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2023, 3:46 PM IST

Updated : Nov 18, 2023, 6:43 PM IST

વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચને લઈને અમદાવાદમાં VVIP નો જમાવડો

અમદાવાદ : આવતીકાલે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ યોજવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ રમાશે ત્યારે આ રોમાંચક મુકાબલાને લઈને સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્વકપની આ ફાઇનલ મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો સહિત VVIP લોકો પણ આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા તમામ જનતાની સુરક્ષા અને સલામતી માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

મહામુકાબલો નિહાળવા VVIP નો જમાવડો : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નો મહામુકાબલો આવતી કાલે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આ મેચ જોવા માટે દેશ અને વિદેશમાંથી કેટલાય ક્રિકેટ રસિકો આવશે. આ સાથે સેલિબ્રિટી, નેતાઓ અને વિદેશના આગેવાનો પણ આ મેચ જોવા પધારશે. ઉલ્લેખનિય છે કે, ક્રિકેટના આ મહા મુકાબલાને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે બપોરે અમદાવાદ પહોંચશે. ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આ મેચ નિહાળશે. ત્યારે તમામ મહેમાનોની સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના Dy. PM ને આમંત્રણ : BCCI દ્વારા ક્રિકેટ વિશ્વકપની ફાઈનલ મેચ નિહાળવા માટે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન ડેલીગેશનને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેને પગલે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન ડેલીગેશન પણ અમદાવાદ પહોંચશે. આ સાથે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અને ફોર્મર જસ્ટિસ પણ મેચ નિહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનાર ફાઇનલ મહા મુકાબલાને નિહાળવા માટે સિંગાપુર, US અને UAE ના બ્રાન્ડ એમ્બેસેડર પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પધારશે.

અમદાવાદ બનશે અભૈદ કિલ્લો : અમદાવાદ શહેરમાં સુરક્ષા અને સલામતી અંગે અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, મેચને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આવતીકાલે મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર 3 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત શહેરમાં જે હોટલમાં ખેલાડીઓ રોકાય છે ત્યાં પણ પોલીસકર્મીઓ તૈનાત છે. આ મેચ નિહાળવા ઘણા સેલિબ્રિટી અને VIP લોકો આવી રહ્યા છે. ત્યારે શહેરમાં 6 હજારથી વધુ પોલીસનો કાફલો ફાળવવામાં આવ્યો છે.

તંત્રની જનતાને અપીલ : જનતાને અપીલ કરતા અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું હતું કે, લોકો મહત્તમ મેટ્રોનો ઉપયોગ કરે, જે રાત્રે લગભગ 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અમદાવાદમાં પોલીસ વિભાગ સાથે 2 NDRF ટીમ, 2 ચેતક કમાન્ડો ટીમ, 10 બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ડ્રોનની મદદથી શહેરને અભેદ કિલ્લામાં ફેરવવામાં આવ્યો છે. મેચની પૂર્વ સંધ્યાએ આ અંગે સુરક્ષા રિહર્સલ પણ કરવામાં આવશે. ઉપરાંત દેશ-વિદેશથી આવનાર મહેમાનો માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દેશભરના સેલિબ્રિટી બનશે મેચના સાક્ષી : ભારતના ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ પરિવાર સાથે ફાઇનલ મેચ જોવા આવશે. ભારતના મોટાભાગના નેતાઓ પણ ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચના સાક્ષી બનવાના છે. ત્યારે આસામના CM, મેઘાલયના CM પણ અમદાવાદ ખાતે મેચ જોવા આવશે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, જ્યોતિ આદિત્ય સિંધિયા સહિત RBI ના ગવર્નર અને ગુજરાત, તમિલનાડુ અને અનેક રાજ્યના પ્રધાનો પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવશે. તો તમિલનાડુના મિનિસ્ટર ફોર યુથ વેલ્ફર ઉદયનિધિ અને ઉદ્યોગપતિ નીતા અંબાણી પરિવાર સાથે અમદાવાદ આવશે.

અમદાવાદથી શરુ થયેલી સફરની કાલે પૂર્ણાહુતિ : અમદાવાદમાં 19 નવેમ્બરના રોજ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ યોજાવાની છે. જેને લઇને કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ પર આખી દુનિયાની નજર છે. ત્યારે દેશ અને વિદેશમાંથી ફાઇનલ મેચના મહા મુકાબલાના પ્રત્યક્ષ સાક્ષી બનવા 100 થી વધુ VVIP આવી રહ્યા છે. જેમાં 8 થી વધુ રાજ્યોના CM, ગૃહ રાજ્ય પ્રધાન, યુ.એચ.એમ. સહિત ફિલ્મ ક્ષેત્રના કલાકાર અને ઉદ્યોગકારો મેચના પ્રત્યક્ષદર્શી બનશે. ત્યારે હાલ તો ફાઇનલ મેચને લઈને સુરક્ષા અને સલામતીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જોકે ગુજરાતના આંગણે રમાયેલી વર્લ્ડ કપની પ્રથમ મેચ બાદ આવતીકાલે યોજાનાર ફાઇનલ મેચ સાથે વર્લ્ડ કપની રોમાંચ સફરની પૂર્ણાહુતિ થશે.

  1. વર્લ્ડ કપ 2023: 'ઓસ્ટ્રેલિયા છઠ્ઠો વિશ્વકપ જીતવા તૈયાર', અમદાવાદમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સનો દાવો
  2. વર્લ્ડ કપ 2023: ફાઈનલ મેચ સંદર્ભે ભાવસિંહજી ક્રિકેટ કલબના પ્લેયર્સના રસપ્રદ મંતવ્યો

Last Updated : Nov 18, 2023, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.