• હાથ બનાવટની બંદૂક સાથે એક વ્યક્તિની ધરપકડ
• લાયસન્સ વગરની બંદૂક સાથે યુવકને ઝડપી પાડ્યો
• રૂપિયા પાંચ હજારનો મુદ્દામાલ કબજે કર્યો
અમદાવાદઃ વિઠલાપુર જી.આઈ.ડી.સી મુરાકામી કંપનીના પાછળના ભાગેથી યુવરાજસિંહ ઉર્ફે ઉપેન્દ્રસિંહ સોલંકી રહે. ઉકરડીવાળાને એક દેશી હાથ બનાવટની મઝલોડ જામગરી રિલાયન્સ વગરની બંદૂક સાથે વિઠલાપુર પોલીસે ધરપકડ કરી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
હાથ બનાવટની બંદૂક સાથે એક વ્યક્તિની ધરપક
માંડલ તાલુકાના વિઠલાપુર પોલીસે ઉકરડી ગામના એક યુવકને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર મનોહરસિંહ એ.વાઘેલા તથા સ્ટાફના માણસો એ.એસ.આઈ સુરેન્દ્રસીહ તથા અ.લો .૨ વિષ્ણુભાઇ તથા અ.લો .૨ છત્રસિંહ તથા અ.લો .૨ રાજુભાઇ તથા અ.લો .૨ હરેશભાઇ સાથે ના.રા પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન સાથેના એ.એસ.આઇ સુરેન્દ્રસિંહ બ.નં ૮૫૫ નાઓને મળેલી માહિતીને આધારે વિઠલાપુર જી.આઇ.ડી.સી. મુરાકામી કંપનીના પાછળના ભાગેથી યુવરાજસિંહ ઉર્ફે કંન્ટ્રોલ ઉપેન્દ્રસિંહ સોલંકીને એક દેશી હાથ બનાવટની મઝલોડ જામગરી બંધુક સાથે ઝડપી પાડ્યો હતો.
5000 ની કિંમતની લાઇસન્સ વગરની ગેરકાયદેસર બંદૂક સાથે યુવકને ઝડપી પાડ્યો
લોખંડનો સળીયો એક એન્ડ્રોઈડ મોબાઈલ સાથે સદર મઝલોડ બંદૂક ગેરકાયદેસર વગર લાઇસન્સે રાખેલા યુવકને પકડી પાડી તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરી આમ્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. વિઠલાપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળતી માહિતીના આધારે હાથ બનાવટની લાઇસન્સ વગરની બંદૂક સાથે યુવકને ઝડપી પાડી ગુનો નોંધી આગળની તપાસ ચલાવી રહી છે.