નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નવી સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી.અને હોસ્પિટલમાં ચાલતી કામગીરીનું નિરિક્ષણ કરી કેસ બારી પર દર્દીઓ સંબંધિત સ્ટાફને સુધાર લઇ આવવા માટેની સૂચના આપી હતી. આ ઉપરાંત સ્ટાફને પણ સુધારો લઇ આવવા અનેક સુચનાઓ આપી હતી અને કહ્યું હતુ કે હું ગમે ત્યારે મહિનામાં કે બે મહિનામાં દિવસ અથવા તો રાત્રે સિવિલની ઓચિંતિ મુલાકાત લઈશ તેવુ જણાવ્યું હતું.
આ ઉપરાંત દર્દીઓના સગા વહાલાઓને હોસ્પિટલમાં કેવી સારવાર મળે છે તે અંગેની પૂછપરછ કરી માહિતી મેળવી હતી. મીડિયા સાથે વાતચીત કરતા નીતિન પટેલે જણાવ્યું હતુ કે, 1 માસમાં જુની હોસ્પિટલનો સામાન શિફ્ટ થયો છે. અને સ્ત્રી રોગ, બાળ રોગનો વિભાગ શરૂ થઈ ગયો છે. નજીકના ભવિષ્યમાં અલગ અલગ વિભાગ અહીં શિફ્ટ કરવામાં આવશે.