અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા દ્વારા ક્લસ્ટર કરેલા વિસ્તારની મુલાકાત લેવાઇ હતી. અમદાવાદ એએમસી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. પાંચ સ્થળોને કલ્સટર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાં જમાલપુર, રખિયાલ, દરિયાપુર અને દાણીલીમડાનો કેટલોક ભાગ કલ્સટર કોરોન્ટાઈન કરવામાં આવ્યો છે.
તેવામાં મેસેજ પર કમિશ્નર વિજય નેહરાએ આ જગ્યાની મુલાકાત લીધી હતી. તેમની સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ મોજૂદ હતા. કમિશ્નર દ્વારા તેમને અમુક સૂચનાઓ આપવામાં આવી છે. આ દરેક એરિયાને તેમણે મુલાકાત લઇ તાર મેળવ્યો હતો. મહત્વનું છે કે, એએમસી ટીમ દ્વારા આ વિસ્તારમાં ખાદ્ય સામગ્ર સહિત વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. અમદાવાદના 500થી વધુ મકાનો સત્તાવાર રીતે ક્લસ્ટર કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.