- ધોળકા વિસ્તારમાં તૌકતે વાવાઝોડાથી બાગાયતી ખેતીમાં નુકસાન
- જિલ્લા વિકાસ અધિકારીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
- તાલુકા કક્ષાના અધિકારીઓને તાકીદે સર્વે કરી અહેવાલ મોકલવાની સુચના
અમદાવાદ : જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ધોળકા તાલુકાના કેલિયા, વાસણા, ચંડીસર, સરોડા, રીડપુરા, નેસડા, ભેટાવાડા, આંબારેલી તેમજ સિમેજ જેવા ગામમાં પારાવાર નુકસાન થયું છે. પરિણામ સ્વરૂપે ખેડૂતોની સ્થિતિ દયાજનક બની છે. જ્યારે શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતો પાયમાલ થઈ જવા પામ્યા છે.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને પગલે કચ્છમાં બાગાયતી પાકને થયેલા સંભવિત નુકસાન અંગે સર્વે શરૂ
જિલ્લા વિકાસ અધિકારીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
જિલ્લા વિકાસ અધિકારી મહેશ અરુણ બાબુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે. આમ, જિલ્લા વિકાસ અધિકારી મહેશ અરુણ બાબુએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ખેડૂતોને સર્વે પછી તાલુકા લેવલથી અહેવાલ આવે એટલે જે અહેવાલને ઉચ્ચ કક્ષાએ મોકલી આપી વહેલી તકે નુકસાની અંગેનો વળતર મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
આ પણ વાંચો : બાલાસિનોરમાં તૌકતે વાવાઝોડાના કારણે બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન