ETV Bharat / state

વિરમગામ પોલીસે વિદેશી દારૂ સાથે આશરે 33 લાખનો મુ્દ્દામાલ જપ્ત કરી આરોપીને ઝડપી પાડ્યો - Gujarat News

વિરમગામ રૂરલ પોલીસ વોચમાં હતી. તે દરમિયાન તેમને મહિતી મળી હતી કે, ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ ધાંગધ્રા હાઈવે રોડ પરથી એક ટેન્કર પસાર થવાનુ છે. તે માહિતીના આધારે તપાસ કરતા ટેન્કરમાં વિદેશી દારૂ ભરેલો જોવા મળ્યો હતો.

વડગાસના પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી ટેન્કર ઝડપી પાડતી વિરમગામ રૂરલ પોલીસ

author img

By

Published : Oct 10, 2020, 12:20 PM IST

અમદાવાદઃ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચમાં હતા. તે દરમિયાન એમ.એચ.ઝાલા પોલીસ સબ ઈન્સપેક્ટરને ખાનગી રાહે બાતમી મળેલી કે, એક ટાટા કંપનીનું વાહન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ ધાંગધ્રા હાઈવે રોડ પરથી પસાર થવાનું છે. જે અનુસંધાને વડગાસના પાટીયાથી એકાદ કી.મી આગળ ધાંગધ્રા તરફ હાઈવે રોડ પર નાકાબંધી કરી વાહન ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ટેન્કર ઝડપી પાડવામાં આવ્યુ હતું.

વિરમગામ માહે.એડી.જી.પી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા માહે પોલીસ મહાનિરીક્ષક કે.સી ભાટી સાહેબ અમદાવાદ રેન્જ તથા મહે.પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય તથા મદદનીશ પોલીસ અધિક્ષક ડૉ. લવીના સિન્હા વિરમગામ વિભાગના માર્ગદર્શન અનુસાર જિલ્લામાં પ્રોહિબીશન અંગેની પ્રવૃતિઓ નેસ્તનાબૂદ કરવા પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.એચ ઝાલાને સુચન કર્યુ હતુ. તે સુચનના અનુસંધાને વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી. બાતમીના આધારે વડગાસ ગામના પાટીયાથી એકાદ કીમી આગળ ધ્રાંગધ્રા તરફ હાઈવે રોડ પર નાકાબંધી કરી વાહન રોકી ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ 6060 કુલ કિંમત 22,62,000 તથા બીયર ટીન નંગ 2040 કુલ કિંમત રૂપિયા 1,20,000, અશોક લેલન વાહન કિંમત રૂપિયા 10,00,000 અંગ ઝડતીના રોકડ 1500 મોબાઇલ રૂપિયા 7000 સહિત કુલ કિંમત રૂપિયા 33,90,000ના મુદ્દામાલ સાથે આરોપી ‌ ખમ્મુ રામ જાતે બીસનોઈને ઝડપી પાડ્યો હતો.

જે મુદ્દામાલ કબ્જે કરી આરોપી તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોકલનારો ગજ્જે સિંગ નામનો માણસ તથા ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવનારા ઈસમો તથા પોલીસ તપાસમાં બહાર આવેલા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ પીએસઆઈ એમ.એચ ઝાલા ચલાવી રહ્યા છે.

ઉપરોક્ત કામગીરીમાં વિરમગામ રૂરલના પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.એચ. ઝાલા તથા ASI નરેશભાઈ મોહનભાઈ અ.પો.કો રાજેશકુમાર માધવજીભાઈ આ.પો.કો ચેહરભાઈ ભીખાભાઈ સામેલ હતા. રૂપિયા 33, 90,000 ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો ટેન્કર સાથે મુદ્દામાલ ઝડપી વિરમગામ રૂરલ પોલીસે કેસ નોંધી આગળની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.