અમદાવાદઃ વિરમગામ માંડલ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા 101 દિવસ બાદ કોરોનાને માત આપનારા ભરતસિંહ સોલંકીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરી મુલાકાત લેવાઇ હતી.
દેશ અને ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસથી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે આ કોરોનાની ચુંગાલમાંથી કોઈ નેતા કે અભિનેતા પણ બાકાત રહ્યું નથી. ગુજરાતમાં સરપંચથી લઈને ધારાસભ્ય સુધી અને સાંસદથી લઈને દિલ્હી ગૃહમંત્રાલય સુધી કોરોના વાઈરસ પહોંચ્યો છે, ત્યારે આજથી લગભગ ત્રણેક માસ પુર્વે ગુજરાત કોંગ્રેસના પ્રખર નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ માધવસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમની પરિસ્થિતિમાં ઉતાર ચડાવ આવ્યા કર્યા અને આખરે ભરતસિંહે કોરોના સામે જીત મેળવી છે.
તેમને સતત એકસો એક દિવસ સુધી સારવાર લીધી હિમંત અને વિશ્વાસ સાથે તેમણે આ લડત લડી અને આખરે 101 દિવસ બાદ કોરોનાને સંપૂર્ણ રીતે માત આપી ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પરત ફરી પક્ષની સેવામાં લાગ્યાં છે. વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ તેમની મુલાકાત લેવા પહોંચ્યા હતા. લાખાભાઈએ ભરતસિંહ સોલંકીનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.