ETV Bharat / state

ઓલમ્પિયા 2019માં ગુજરાતના બોડી બિલ્ડર વિજય શિંદે ભાગ લેશે, ETV ભારત સાથે EXCLUSIVE વાતચીત - મુંબઇમાં ઓલ્મપિયા 2019

અમદાવાદઃ મુંબઇમાં 15 નવેમ્બરથી ત્રણ દિવસ માટે અમચ્યોર ઓલમ્પિયા 2019 યોજાઇ રહ્યો છે. આ ઓલમ્પિયામાં ભારત સહિત એશિયાઇ દેશોના ખેલાડીઓ ભાગ લેશે. જેમાં બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં ગુજરાત તરફથી વિજય શિંદે ભાગ લઇ રહ્યા છે. બોડી બિલ્ડર વિજય સિંદે છેલ્લા 14 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, ત્યારે અફસોસની વાત એ છે કે, ગુજરાત તરફથી તેમને પ્રમોટ પણ કરવામાં આવ્યા નથી.

ગુજરાતના બોડી બિલ્ડર વિજય શિંદે
author img

By

Published : Nov 13, 2019, 9:39 PM IST

Updated : Nov 13, 2019, 10:25 PM IST

બોડી બિલ્ડર વિજયનું 10 વર્ષથી સપનું હતું કે, વિશ્વ કક્ષાએ બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં ભાગ લેવો. પરંતુ, વિજય શિંદેની આર્થિક પરિસ્થિતિ એટલી સારી ન હતી તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ શકે. સદનસીબે ઓલ્મપિયા 2019નું આયોજન મુંબઇમાં થઇ રહ્યું છે, તેથી તેમણે ગુજરાતમાંથી એક જ બોડી બિલ્ડર તરીકે નામ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેઓ ઓલ્મિયામાં ભાગ લઇ રહ્યા છે. પરંતુ, આ ઓલમ્પિયામાં ભાગ લેવા માટે અથાગ પ્રયત્નો કરવા પડ્યા હતા અને તેમાં તેને જીમના માલિકે પણ મદદ કરી હતી.

ગુજરાતના બોડી બિલ્ડર વિજય શિંદે

મુંબઇમાં બોમ્બે એક્સિઝબિશન સેન્ટરમાં 15 નવેમ્બરથી 17 નવેમ્બર એમ ત્રણ દિવસ મેન્સ એન્ડ વુમેન્સ બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજાશે. જેમાં એશિયાના તમામ દેશમાંથી બોડી બિલ્ડરો ભાગ લેવાના છે.

Intro:NOTE- આ સ્ટોરીની ફીડ- વિઝ્યુલ અને બાઈટ એફટીપી કર્યા છે.

અમદાવાદ- અમચ્યોર ઓલમ્પિયા 2019 મુંબઈમાં 15 નવેમ્બરથી ત્રણ દિવસ માટે યોજાઈ રહ્યો છે. આ ઓલમ્પિયામાં ભારત સહિત એશિયાઈ દેશોના ખેલાડીઓ ભાગ લેશે. બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં વિજય સિંદે ગુજરાત તરફથી ભાગ લઈ રહ્યા છે. પણ અફસોસની વાત છે કે ગુજરાત સરકાર તરફથી તેમને પ્રમોટ કરાયા નથી.Body:બોડી બિલ્ડર વિજય સિંદે છેલ્લા 14 વર્ષથી પ્રેકટિસ કરી રહ્યા છે, અને તેમણે તેમની બોડી બિલ્ડ કરી છે, તેમનું છેલ્લા 10 વર્ષથી સ્વપ્ન હતું કે વિશ્વ કક્ષાએ બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં ભાગ લેવો. પણ વિજય સિંદેની આર્થિક સ્થિતી એટલી સારી નથી કે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ શકાય. પરંતુ સદનસીબે ઓલમ્પિયા 2019નું આયોજન મુંબઈમાં જ થઈ રહ્યું છે, જેથી તેમણે ગુજરાતમાંથી એક જ બોડી બિલ્ડર તરીકે નામ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, અને તેઓ ઓલમ્પિયા 2019માં ભાગ લેશે.

વિજય સિંદે ઓલમ્પિયામાં ભાગ લેવાના હોવાથી તેઓ છેલ્લા મહિનાથી સવારે અને સાંજે સખત પ્રેકટિસ કરી રહ્યા છે. અને તેમને ખુદને આશા છે કે તેઓ મેડલ લાવશે અને ગુજરાતનું નામ રોશન કરશે. વિજય સિંદેએ ઈ ટીવી ભારત સાથેની એક્ઝક્લૂસિવ વાતચીતમાં જણાવ્યું હતું કે ઓલમ્પિયામાં ભાગ લેવાનો ખર્ચ પણ હું કરી શકું તેમ નથી, મને મિત્રો તરફથી આર્થિક સહાય મળી છે. ઓલમ્પિયામાં ભાગ લેવા માટે મારે જે પ્રેકટિસ કરવી પડે અને ભરપુર પ્રોટીનવાળો ખોરાક લેવાનો ખર્ચ વધારે છે, મિત્રોની સહાય સાથે હું ઓલમ્પિયામાં ભાગ લેવા જઈ રહ્યો છું.
Conclusion:મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં 15 નવેમ્બરથી 17 નવેમ્બર એમ ત્રણ દિવસ મેન્સ અને વુમન્સ બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજાશે. જેમાં એશિયાના તમામ દેશોમાંથી બોડી બિલ્ડરો ભાગ લેવા આવશે.
BITE-1
વિજય સિંદે
બોડી બિલ્ડર, ગુજરાત
BITE-2
રઘુવરસિંહ વાળા
જીમના માલીક, અમદાવાદ
Last Updated : Nov 13, 2019, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.