ETV Bharat / state

શહેરમાં હજી કેસ વધશે, 750 કોરોના બોમ્બ આપણે ડિફ્યુઝ કર્યા છે: AMC કમિશનર - Vijay Nehra organized a digital press conference on Sunday in Ahmedabad

વિજય નેહરાએ રવિવારના રોજ યોજાયેલી ડિજિટલ પત્રકાર પરિષદમાં અનેક મહત્વના મુદ્દા વિશે જાણકારી આપી હતી. જેમાં અમદાવાદમાં કેસ વધુ હોવાના કારણો પણ આપ્યા હતા. નેહરાએ જણાવ્યું કે, આપણા શહેરમાં વસ્તી 5 લાખ કે 10 લાખને બદલે 80 લાખ વસ્તી છે. બહારથી 6000 વસતી આપણે ત્યાં આવી છે. બીજા શહેરોમાં ચેપ લઈને લોકો અહીં આવ્યા છે. ગીચ વસ્તીને કારણે આપણા શહેરમાં કેસ વધ્યા છે.

વિજય નેહરા
વિજય નેહરા
author img

By

Published : Apr 19, 2020, 4:20 PM IST

અમદાવાદ : વિજય નેહરાએ રવિવારના રોજ યોજાયેલી ડિજિટલ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આપણી સ્ટ્રેટજી કેસ શોધવાની છે. એને કારણે જેટલા પણ કેસ હોય તે વહેલા મોડા બહાર આવે પણ વહેલા શોધીએ તો તે બીજા લોકોને ચેપ ન લગાવી શકે. હોસ્પિટલ આવે એ પહેલા જ આપણે ઘરે-ઘરે જઈને ચેપગ્રસ્તોને શોધી કાઢયા છે. જે પ્લસ પોઈન્ટ છે.

શહેરમાં હજી કેસ વધશે, 750 કોરોના બોમ્બ આપણે ડિફ્યુઝ કર્યા છે: AMC કમિશનર
જેમાં દસ લાખે કેટલા સેમ્પલ લેવાયા તે મહત્વનું છે. અમદાવાદમાં આપણી સ્ટ્રેજી શું છે? પ્રશ્ચિમ બંગાળમાં દસ લાખે 47 ટેસ્ટ થઈ રહ્યા છે. આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાતમાં 400 કેસ થયા છે. કેરળમાં દસ લાખે 512 ટેસ્ટ થયા છે. રાજસ્થાનમાં દસ લાખે 516 ટેસ્ટ કરી રહ્યુ છે. મહારાષ્ટ્ર 551 ટેસ્ટ, દિલ્હીમાં દસ લાખે 11093 ટેસ્ટ કરાઈ રહ્યા છે. અમદાવાદમાં દસ લાખે 2490 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એટલે કેસ વધુ આવી રહ્યા છે. આપણે કોરોના બોમ્બને ડિફ્યુઝ કર્યા છે. 978 કેસ થયા છે. જેમાંથી પેસિવમાં ફક્ત 203 છે. જ્યારે ફિલ્ડમાં 775 કેસ શોધી કાઢ્યા છે. હજુ પણ કેસ વધશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.