ETV Bharat / state

Viral Video : ઘાટલોડિયાની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં નમાજ અદા કરવાનો વીડિયો વાયરલ, હિન્દુ સંગઠનોની ધાંધલ અને શિક્ષણપ્રધાનની પ્રતિક્રિયા - નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ

ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મતક્ષેત્રમાં શાળામાં ધાર્મિક સહિષ્ણુતા અંગે શિક્ષક સાથે હિંસા અચરાઇ છે. ઘાટલોડિયાની કેલોરેક્સ ફ્યુચર શાળામાં નમાજ મુદ્દે થયેલ શિક્ષક સાથેની હિંસા અને ધાર્મિક સંગઠનોની ખુલ્લી હિંસક પ્રતિક્રિયા સભ્ય સમાજ માટે ચેતવણીરૂપ છે. આ સંગઠનો ધર્મના નામે જાહેરમાં હિંસા આચરે એ કેટલાં અંશે વાજબી છે.

Viral Video : ઘાટલોડિયાની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં નમાજ અદા કરવાનો વીડિયો વાયરલ, હિન્દુ સંગઠનોની ધાંધલ અને શિક્ષણપ્રધાનની પ્રતિક્રિયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 7:31 PM IST

કેલોરેક્સ ફ્યુચર શાળાનો વિવાદ

અમદાવાદ : પ્રગતિશીલ ગુજરાતમાં ધાર્મિક અસહિષ્ણુતા ઘટી રહી છે અને ધાર્મિક સંગઠનોને જાણે ન્યાય કરવાનો પરવાનો મળ્યો હોય એવી ઘટના સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મતક્ષેત્ર ઘાટલોડિયામાં ઘટી છે. અમદાવાદનો ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્ર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મતવિસ્તાર છે. ઘાટલોડિયા સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં 29, સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સમભાવ અંગે જાગૃતિ કેળવાય એ હેતુથી યોજાયેલ કાર્યક્રમ વિવાદનું કેન્દ્ર બન્યો છે.

કેલોરેક્સ ફ્યુચર શાળાનો શું છે બનાવ : વાત એમ છે કે, 29, સપ્ટેમ્બરના રોજ કેલોરેક્સ ફ્યૂચર શાળામાં ઇદની ઉજવણીની રજૂઆત કરતાં શાળામાં અભ્યાસ કરતાં એક મૂસ્લિમ વિદ્યાર્થીએ મુસ્લિમ ધર્મ અનુસાર નમાજ પઢવાની અદા રજૂ કરી હતી. ત્યાર બાદ લબ પે આતી હૈ દુઆ બન કે તમન્ના મેરી ગીત રજૂ થયું જેમાં મુસ્લિમ વિદ્યાર્થી સાથે અન્ય પાંચ વિદ્યાર્થીઓએ સામૂહિક ગાન કર્યું હતુ. આ દ્રશ્યને ત્યારે ઉજવણીમાં ઉપસ્થિત વ્યક્તિએ મોબાઇલમાં રેકોર્ડ કરી વાયરલ કરતાં હિંદુ સંગઠનોએ આજે શાળામાં આવી પ્રિન્સિપાલ નિરાલી ડગલીની ઓફિસમાં રામધૂન બોલાવી હનુમાન ચાલીસાના પાઠનું ગાન કર્યુ હતુ.

શાળાના સંગીત શિક્ષકની કરાઇ જાહેરમાં ધોલાઈ : કલોરેક્સ ફ્યૂચર સ્કૂલમાં 29, સપ્ટેમ્બરના રોજ ઈદની ઉજવણી નિમિત્તે શાળાના જાહેર કાર્યક્રમ દરમિયાન નમાજ અંગેનો વીડિયો વાયરલ થતાં આજે શાળા પર એબીવીપીના કાર્યકરો અને હિંદુ સંગઠનો વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. જ્યાં શાળાના પ્રિન્સિપાલે શાળાના અધિકૃત લેટરપેડ પર લેખિતમાં માફી માંગી હતી. આ સમયે શાળામાં આવેલ સંગઠનના કાર્યકરોએ જય શ્રી રામના નારા આરંભ્યા અને શાળાના શિક્ષકને માર માર્યો. શાળાના શિક્ષકને માર મારતા તેને દોડાવવામાં આવ્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. નવાઇની વાત તો એ છે કે પોલીસની હાજરીમાં જ શિક્ષકને ટોળું માર મારતું હતું. છેલ્લે શિક્ષકને શાળાના એક વર્ગખંડમાં લઇ જવાયો હતો.

શાળામાં નારેબાજી અને માફીપત્ર : કેલોરેક્સ ફ્યૂચર શાળામાં નમાજ મુદ્દે વિરોધ કરવા આવેલા હિંદુ સંગઠનોના કાર્યકરોએ પ્રિન્સિપાલની ખુરશી પર હિંદુ વિરોધી છે એવા સ્ટીકર લગાડીને પ્રિન્સિપાલના રાજીનામાની માંગણી કરી છે. શાળાના પ્રિન્સિપાલ નિરાલી ડગલીએ ફરીથી શાળામાં આ પ્રકારની કોઇ ભૂલ ન થાય એ માટે 3, ઓક્ટોબરના રોજ લેખિતમાં માફી માંગી છે. માફીપત્રમાં શાળાના પ્રિન્સિપાલ નિરાલી ડગલીએ લખ્યું છે કે, 29, સપ્ટેમ્બર-2023ના શુક્રવારના રોજ અમારી કેલોરેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમમાં અમારી સ્કૂલ દ્વારા નમાજનો જાહેર કાર્યક્રમ જેમાં વિદ્યાર્થીઓને નમાજની પદ્ધતિ એક વિદ્યાર્થી દ્વારા કરાવી અને શીખવવામાં આવી. જે વિષયે હિન્દુ સંગઠનો અને વાલીઓને ધ્યાને આવતા તા. 3, ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠનો, રાષ્ટ્રીય બજરંગ દળ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘાટલોડિયા જિલ્લાનાં પદાધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લઈને આ વિષયે સ્કૂલના વ્યવસ્થાપક સાથે વાત કરી અને તેઓને ગંભીરતા અને ભૂલ જણાતા અમે આ પત્ર દ્વારા માફી માંગીએ છીએ અને ફરીથી ભૂલ ન થાય તેની કાળજી રાખીશું. તેવી બાંહેધરી આપીએ છીએ. આ સાથે સ્કૂલના તમામ વાલીઓની અમે માફી માંગીએ છીએ.

શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યાં : આ ઘટનાને લઇને ગાંધીનગરમાં શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયા સમક્ષ પહોંચેલા મીડિયાને શિક્ષણપ્રધાને જવાબ આપતાં જણાવ્યું હતું કે આ ઘટનાને લઇને અમે તપાસના આદેશ આપ્યાં છે.

આવી કોઇ પણ ઘટનામાં સંયમથી કામ લઇ ખરેખર શું બન્યું છે અને હેતું શું છે તેની તપાસ કરવાનો શિક્ષણવિભાગને સમય આપવો જોઇએ. ઘાટલોડિયાની ઘટનામાં જે કંઇ જવાબદાર જણાશે તો પગલાં લેવાની અમે બાંયેધરી આપીએ છીએ...પ્રફુલ પાનસેરિયા (શિક્ષણપ્રધાન)

ઘટનાની ટીકા : એક બાજુ જ્યારે મોદી-શાહના ગુજરાતને વૈશ્વિક અને પ્રગતિશીલ રાજ્ય તરીકે ગ્લોબલ સ્વીકાર્યતા મળતી જાય છે, ત્યાં દ્યાર્મિક સંગઠનો ન્યાય કરવા બેસે તો સ્થિતિ ક્યાં જઇને અટકશે. શાળામાં જાહેરમાં વિદ્યાર્થીઓ સામે એક શિક્ષકને માર મારી સજા આપતા વિવિધ સંગઠનો પોતાને સરકાર માની જાહેરમાં ન્યાયના ત્રાજવા તોળે છે ત્યારે ગુજરાતની છબિ ધૂંધળી કરતી આ ઘટના સામે મક્કમ મનાતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શું કાર્યવાહી કરશે એ મહત્વનું સાબિત થશે.

  1. Surat News : સુરતમાં છઠ સરોવર ગાર્ડનમાં નમાજ કરી જાણી જોઇને હિન્દુઓને ભડકાવવાનો પ્રયાસ? હિન્દુ સંગઠને શું કર્યું જૂઓ
  2. MS University Controversy: યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ નમાઝ પઢતાં વિવાદ, ધાર્મિક પ્રવૃત્તિ પર લગાવાઈ રોક
  3. યુનિવર્સિટીના કેમ્પસમાં નમાજ પઢતા, VHPએ રામધૂન બોલાવી કર્યો વિરોધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.