વાયુ વાવાઝોડાની દિશા બદલાતા ગુજરાત પરથી આફત દૂર થઈ હોવાનું લાગ્યું હતું પરંતુ કેન્દ્રીય ભુવિજ્ઞાનના મંત્રાલયના સચિવ રાજીવનના જણાવ્યા મુજબ, વાયુ વાવાઝોડાએ તેની ધરી બદલી છે અને હવે તે કચ્છ તરફ વળી રહ્યું છે.17-18 જૂને ગમે તે સમયે તે ત્રાટકી શકે છે પરંતુ આ વખતે વાવાઝોડાની તીવ્રતા પહેલા જેટલી નહીં રહે.
ન્યુઝ એજન્સી પીટીઆઈને સચિવ રાજીવને જણાવ્યું હતું કે, વાયુ સાયકલોનનો ખતરો હજુ યથાવત જ છે પરંતુ તેની તીવ્રતા ઓછી થઈ છે. હજુ તે ગુજરાતના દરિયાકિનારે ફરી ત્રાટકે તેવી શકયતા છે. કચ્છમાં વાયુ સાયકલોનની વધુ અસર થશે તો સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમાં પણ અસર તો જોવા મળશે. આ મામલે સરકાર દ્વારા પણ સંભવિત પગલાં લેવાઈ રહ્યા છે.