અમદાવાદ/જયપુર: રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનું વર્ષ રાજસ્થાન માટે ખુશીઓ લઈને આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ રાજસ્થાનને બીજી વંદે ભારત ટ્રેનની ભેટ આપશે. આ ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન જોધપુર રેલવે સ્ટેશન પર રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ સહિત સાંસદો અને ધારાસભ્યો તેમજ અન્ય જનપ્રતિનિધિ ઉપસ્થિત રહેશે.
PM ગોરખપુરથી વર્ચ્યુલી કરશે ઉદઘાટન: 7 જુલાઈએ PM મોદી એક દિવસની યાત્રા પર ગોરખપુર જશે. ત્યાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ગોરખપુરથી શરૂ થનારી વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરશે. આ દરમિયાન વર્ચ્યુલ કાર્યક્રમ દ્વારા PM મોદી જોધપુર સ્ટેશનથી રાજ્યની બીજી વંદેભારત ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને અમદાવાદ માટે રવાના કરશે.
500 મુસાફરો કરી શકશે મુસાફરી: રેલવેના અધિકારીનો કહેવા પ્રમાણે વંદેભારત ટ્રેનની રેક સોમવારે ચેન્નાઈ સ્થિત કોચ ફેકટરનીથી જોધપુર આવી જશે. જેમાં આઠ કોચ હશે. તેમાં 500 મુસાફરો મુસાફરી કરી શકશે. વંદેભારત ટ્રેન જોધપુરથી સવારે રવાના થશે અને બપોર સુધીમાં સાબરમતી પહોંચી જશે. સાંજે સાબરમતીથી રવાના થશે અને પાછી જોધપુર આવી જશે. આ ટ્રેન મંગળવાર સિવાય સપ્તાહના તમામ દિવસ દોડશે. મંગળવારે આ ટ્રેનનું જોધપુર યાર્ડમાં મેઈન્ટેનસ થશે.
પાંચ સ્ટેશન પર સ્ટોપેજ: જોધપુરથી સાબરમતી (અમદાવાદ) વંદેભારત ટ્રેન સેમી હાઈસ્પીડ ટ્રેન હશે. જે 7 જુલાઈએ શરૂ થાય તે પહેલા 4 જુલાઈએ તેની ટ્રાયલ લેવાશે. આ ટ્રેન જોધપુરથી સાબરમતી વચ્ચે પાંચ સ્ટેશન પર તેને સ્ટોપેજ આપવામાં આવ્યો છે. હાલ જોધપુરથી ચાલતી મોટાભાગની ટ્રેનો 7થી 8.30 સુધીનો સમય લે છે. પણ વંદેભારત ટ્રેન આ અંતર 6 કલાકમાં પૂર્ણ કરીને ગંતવ્ય સ્થાને પહોંચશે. એટલે કે અંદાજે બે કલાકનો સમય બચશે.