અમદાવાદઃ શહેરમાં વેલેન્ટાઈન ડેના વિરૂદ્ધમાં બજરંગદળે અમદાવાદના રસ્તાઓ પર પોસ્ટર તથા યુવાનોને પત્રિકાઓ આપી હતી. જેના માધ્યમથી બજરંગદળે આ તહેવારને લવ જેહાદ સાથે જોડીને દેખાડ્યો છે. પત્રિકામાં યુવાનોને લવ જેહાદ અને વેલેન્ટાઈન ડે અંગે જાણકારી આપવામાં આવી છે. ગત વર્ષે બજરંગદળે વિવિધ માર્ગો પર પોસ્ટર્સ લગાવ્યાં હતાં. જેમાં એક અડધો ચહેરો બુરખામાં અને અડધો ખુલ્લો જોવા મળ્યો છે. હિન્દુ યુવતીઓ સાવધાન "Say No To Valentines Day" પોસ્ટરમાં બજરંગદળ કર્ણાવતી લખ્યું છે. જેને લઈ આ વર્ષે વેલેન્ટાઈન ડેના વિરોધ કરતા કોલેજોમાં લઈ બજરંગદળે યુવતીઓ અને યુવાનોને સમજાવ્યાં હતાં.
બજરંગદળનું કહેવું છે કે, આ પત્રિકાના માધ્યમથી યુવાઓને બે સંદેશાઓ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રથમ યુવા લવ જેહાદની આફતને સમજે અને બીજો આ વેલેન્ટાઈન ડેનો જશ્ન ભારતીય સંસ્કૃતિની વિરૂદ્ધ છે. Etv Bharatના સંવાદદાતા સાથે બજરંગદળના અધ્યક્ષ જ્વલિત મહેતાએ કહ્યું કે, અમે પ્રેમની વિરૂદ્ધ નથી. અમે વેલેન્ટાઈન ડેના દિવસે તેની આડમાં પ્રેમના નામે કરવામાં આવતા અશ્લિલ પ્રદર્શનના વિરૂદ્ધમાં છીએ. શું આ આપણી સંસ્કૃતિ છે? અમે હિન્દૂ સંસ્કૃતિના વિરોધમાં નથી, પરંતુ આ ભાવનાઓનું અશ્લિલ પ્રદર્શન કરે છે. જેના સખત વિરોધમાં છીએ. બજરંગદળ આજે તમામ કોલેજોમાં જઇ યુવાનોને જાગૃત કરશે અને આવતીકાલે વેલેન્ટાઈન ડે નહીં મનાવવા અપીલ પણ કરશે. તેમ છતાં નહીં માને તો આવતીકાલે બજરંગદળ કાર્યક્રમ આપશે.
યુવાનો આવતી કાલે અશ્લિલ ચેનચાળા કરતા જોવા મળશે તો બજરંગદળ તેને ચલાવી નહીં લે અને તેનો વિરોધ પણ કરશે. જેમાં હિન્દુ યુવતી અને વિધર્મિ યુવાન એક સાથે જોવા મળશે તે તેનો સખત વિરોધ કરી તેના માતા-પિતાને જાણ કરી પોલીસ કાર્યવાહીની પણ વાત તેમને કરી હતી.