સુશાસન દિનની ઉજવણી રૂપે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયના મૃત્યુ પછી આજે બીજો જન્મ દિવસ આવી રહ્યો છે, ત્યારે ભાજપ પક્ષ દ્વારા સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રસન્ના નિમિત્તે રાજ્યના ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય પુરી પાડવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું તે તમામ ખેડૂતોને આજે તેમના બેંક એકાઉન્ટમાં સીધી રીતે પૈસા જમા કરાવીને સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા પણ દિનની ઉજવણી કરવામાં આવી છે. ગઈકાલે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલ યોજના અમલમાં મુકવામાં આવી હતી જેમાં દેશભરના 6827 જેટલા ગામોને ફાયદો થશે. આ સાથે જ સીમલા પાસે જે ઢાલ બની રહી છે તેનું નામ પણ eternal આપવામાં આવ્યું છે. આમ, દેશમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયનું નામ હંમેશા રહે જ્યારે વર્તમાન સમયમાં પણ તમામ રાજકીય નિર્ણયોમાં પણ અટલ બિહારી વાજપેયના સુશાસન જોવા મળી રહ્યા હોવાનું પણ ભાજપ પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું.