- સોલા સિવિલમાં કોવેક્સીનનું પરીક્ષણ શરૂ
- રોજ સવારે 10 થી 1 કરવામાં આવશે પરીક્ષણ
- 500 યુનિટ વેક્સીન કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી
અમદાવાદ : સોલા સિવિલમાં કોરોનાની કોવેક્સીનનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. શરૂઆતના તબક્કે 5 લોકો પર આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 1 મહિલા અને 4 પુરૂષો હતા. જે બાદ હવે લોકોની ઇન્કવાયરી આવતા લોકોનું મેડિકલ ચેકઅપ કરીને પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ રોજ સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી કરવામાં આવશે.
અમદાવાદમાં આજે સોલામાં ફરી કોરોનાની કોવેક્સીનનું પરીક્ષણ શરૂ 500 યુનિટનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યોસોલા સિવિલમાં કોવેક્સીનના 500 યુનિટનો જથ્થો હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીમાંથી આવ્યો છે. જે જથ્થો સોલા સિવિલના મેડિસિન વિભાગના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. વેક્સીન 2 થી 5 ડીગ્રી જેટલા તાપમાનમાં રાખવામાં આવી છે.લોકો વૉલેન્ટીયરી પરીક્ષણ માટે આવી શકે છેસોલા સિવિલમાં જે વેક્સીનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેમાં સ્વેચ્છાએ કોઈ પણ વ્યક્તિ પોતાનું નામ લખાવી શકે છે. નામ લખાવનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે અને તેનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ પરીક્ષણ કરવામાં આવશે. વેક્સીનની આડ અસર ના થાય તેનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવે છે. એક ડોઝ આજે આપ્યા બાદ વ્યક્તિને ફોન કરીને તબિયત અંગે પણ જાણકારી મેળવવામાં આવે છે અને 1 વર્ષ સુધી વ્યક્તિનું મોનીટરીંગ કરવામાં આવશે.