અમદાવાદના સલ્મ વિસ્તાર પૈકીના અસારવામાં ગરીબ બાળકોને મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસિકરણની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને સ્થાનિક લોકોની ઘરે જઈને મુલાકાત લીધી હતી. જે બાદ જાહેર કાર્યક્રમમાં 2 બાળકોને રસી પણ આપી હતી. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, આરોગ્ય સચિવ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
રાજ્યમાં દર વર્ષે 12 લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે અને તે પૈકીના ઘણા બાળકો રસિકરણના અભાવે બીમારીનો ભોગ બને છે, ત્યારે નાનપણમાં જ રસી આપવાથી બાળકો રોગથી દૂર રહે છે. તે હેતુથી ભારત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષ હેઠળ રસીકરણના કાર્યક્રમની શરૂ કરવામાં આવી છે અને રાજ્યના તમામ ગામ તથા શહેરના નાના વિસ્તારમાં 5 વર્ષ સુધીના બાળકોને 7 વખત રસી આપવામાં આવશે જેનાથી બાળકો રોગમુક્ત થશે.