ETV Bharat / state

આજે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ એવા મેડિકલ કર્મીઓના રસીકરણનો શુભારંભ - સિરમ ઇન્સ્ટિટયૂટ

આજે સમગ્ર દેશમાં કોરોના વોરિયર્સ એવા મેડિકલ કર્મીઓ માટે કોવિડ વેક્સિનેશનનો પ્રારંભ થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં ત્રણ કરોડ જેટલા મેડિકલ કર્મીઓને વેક્સિનેશનનો લાભ મળશે. ઇટીવી ભારતે કોરોના વોરિયર્સ એવા મેડિકલ કર્મીઓ સાથે વાત કરી હતી. જેમણે કોરોના સમય દરમિયાન લોકોની સેવા કરી છે. જેમાં ડોક્ટર, નર્સ અને અન્ય મેડિકલ કર્મીઓનો સમાવેશ થાય છે.

આજે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ એવા મેડિકલ કર્મીઓના રસીકરણનો શુભારંભ

author img

By

Published : Jan 16, 2021, 9:51 AM IST

  • 16 જાન્યુઆરીએ મેડિકલ કર્મીઓને કોરોના વેક્સિન અપાશે
  • મેડિકલ કર્મીઓ વેક્સિનને લઈને ઉત્સાહિત
  • લોકોને પણ વેક્સિનને લઈને સ્વસ્થ રહેવા અપીલ કરી

અમદાવાદ : આજે સમગ્ર દેશમાં કોરોના વોરિયર્સ એવા મેડિકલ કર્મીઓ માટે કોવિડ વેક્સિનેશનનો પ્રારંભ થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં ત્રણ કરોડ જેટલા મેડિકલ કર્મીઓને વેક્સિનેશનનો લાભ મળશે. ઇટીવી ભારતે કોરોના વોરિયર્સ એવા મેડિકલ કર્મીઓ સાથે વાત કરી હતી. જેમણે કોરોના સમય દરમિયાન લોકોની સેવા કરી છે. જેમાં ડોક્ટર, નર્સ અને અન્ય મેડિકલ કર્મીઓનો સમાવેશ થાય છે.

આજે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ એવા મેડિકલ કર્મીઓના રસીકરણનો શુભારંભ

મેડિકલ કર્મીઓએ વેક્સિન માટે ઓનલાઇન ફોર્મ ભર્યું

મેડિકલ સેવા સાથે સંકળાયેલ હેલ્થ વર્કરોએ જણાવ્યું હતું કે, તેમને ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક મોકલી અપાઈ હતી. જે ફોર્મ તમણે ઓનલાઇન ફીલ કરી દીધુ છે. હાલમાં સિરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા બનાવેલી અને ભારત બાયોટેક દ્વારા બનાવયેલ કોવિડ રસી આ મેડિકલ કર્મીઓને અપાશે. જેના નામ અનુક્રમે કોવિશિલ્ડ અને કોવેક્સિન છે. પરંતુ તેમને કઈ વેક્સિન આપવામાં આવશે તે વિશે જણાવવામાં આવ્યું નથી. અમદાવાદમાં સિવિલ ખાતે અને અન્ય શહેરો ખાતે પણ કોરોના વેક્સિનેશન શરૂ કરવામાં આવશે.

મેડિકલ કર્મીઓ કોવિડની વેકસિન લેવા પ્રતિબદ્ધ

કોરોના વોરિયર્સ દ્વારા જણાવ્યું હતું કે, તેઓ વેક્સિન લેવા માટે પ્રતિબદ્ધ છે. તેમના માતા પિતા દ્વારા પણ તેમને અનુમતી આપી દેવામાં આવી છે. તેમણે એ પણ જણાવ્યું છે કે, કોરોનાની વેક્સિન લોકોએ લેવી જ જોઇએ, તેનાથી જ કોરોનાની હાર થશે. આ રસી બનાવવા પાછળ સરકારે ઘણા જ પ્રયત્નો કર્યા છે. વેક્સિન લેવાથી સહેજ માથું દુખવું અને તાવ આવવો સામાન્ય લક્ષણ છે. આ ઉપરાંત મેડિકલ કર્મીઓને અડધો કલાક સુધી મોનિટરમાં રખાશે. આ ઉપરાંત તેમના સ્વાસ્થ્યને લઈને ફોલોઅપ લેવામાં આવશે.

સૌથી પહેલો વેક્સિનનો લાભ મેડિકલ કર્મીઓને

મેડિકલ કર્મીઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પ્રધાનો અને નેતાઓ પહેલા તેમને વેક્સિન આપવાનું જણાવ્યું છે તે ખરેખર તેમનું સન્માન છે અને તે વેક્સિનને લઈને ઘણા ઉત્સાહિત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.