ETV Bharat / state

Vaccination of children in Gujarat 2022: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવા માટે ગુજરાત તૈયાર - જૂનાગઢમાં બાળકો માટે રસીકરણ

ગુજરાતમાં વધતા જતાં કોરોના અને ઓમિક્રોનના ખતરા સામે રાજ્ય સરકાર ત્રીજી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને કોરોના સામેની રસી આપવાની(Vaccination of children in Gujarat 2022) શરૂઆત કરશે. સાથે સાથે (Gujarat Health Department) 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન, હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરોને 10મી જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. ગુજરાતના મહાનગરોએ શું તૈયારીઓ કરી છે, તે અંગે જોઈએ વિશેષ અહેવાલ...

Vaccination of children in Gujarat 2022: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવા માટે ગુજરાત તૈયાર

author img

By

Published : Dec 29, 2021, 5:21 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં બાળકો માટે કોવિડ 19 રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. તેવામાં ગુજરાત સરકાર(Gujarat Health Department)દ્વારા મહા રસીકરણ અભિયાન શરુ કરવામાં આવી રહ્યું છે, જેમાં 15થી 18 વર્ષની ઉંમરના બાળકોનું રસીકરણ(Vaccination of children in Gujarat) કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 15થી 18 વર્ષના સગીર વયના બાળકોને કોરોના રસી આપવા માટેની જાહેરાત કરી છે. 3 જાન્યુઆરી. 2022થી બાળકો માટે રસીકરણને લઈને ગુજરાતના મહાનગરો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને ગુજરાત આરોગ્ય વિભાગે સંપૂર્ણ આયોજન કર્યું છે.

અમદાવાદ શહેર

કેન્દ્ર સરકારની બાળકો માટે રસી આપવાની જાહેરાત બાદ અમદાવાદ મનપા પણ બાળકોને વેક્સીન(Vaccination of Ahmedabad children) આપવા માટે તૈયારી કરી રહી છે. શહેરના 3 લાખ બાળકોને રસી આપવાનો અંદાજ છે. અમદાવાદ મનપાના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ ETV Bharatને જણાવ્યું હતું કે હાલ રાજ્ય સરકારના તરફથી મળેલા માર્ગદર્શન મુજબ આગામી 3 જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ શરુ કરવામાં આવશે.

સુરત
કેન્દ્ર સરકાર દ્વારા 15થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે કોરોના વેક્સિન માટેની (Surat children corona vaccine)જાહેરાત બાદ સુરત મહાનગરપાલિકા આ એજગૃપ ધરાવતા વિદ્યાર્થીઓ કે અભ્યાસ ન કરતા કિશોરનો સર્વે શરૂ કર્યો છે. સુરતમાં 15થી 18 વર્ષની ઉંમરના કિશોરોની સંખ્યા 1.80 લાખ છે.

સુરત બાળકોનો સર્વે શરૂ કર્યો

સુરતમાં નવેમ્બર માસથી લઈને અત્યાર સુધીમાં 38 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે અને હાલ સુરત શહેરમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. માત્ર સુરત જ નહીં ગુજરાતમાં પણ કોરોના સંક્રમણમાં લોકો સપડાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 15 થી 18 વર્ષની વય જૂથ ધરાવતા કિશોરોને વેક્સિન આપવા માટે જાહેરાત કરતાં હવે સુરત મહાનગરપાલિકા 15 થી 18 વર્ષના બાળકોનો સર્વે શરૂ કર્યો છે. એક અંદાજ મુજબ સુરત શહેરમાં ધોરણ 10, 11 અને 12 માં કુલ 1.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓનું એઇજ ગૃપ 15થી 18 વર્ષ વચ્ચેનું છે. આ ઉપરાંત સુરત શહેરમાં 30 હજાર જેટલા કિશોર છે, જેઓ 15થી 18 વર્ષની વચ્ચેના છે સ્કૂલમાં અભ્યાસ નહીં કરતા અંદાજે 30 હજાર જેટલા વિદ્યાર્થીઓની માહિતી મેળવવા સર્વે કરાઈ રહ્યો છે. આ તમામને કોરોનાની વેક્સિન આપવાની તૈયારીઓ ચાલી રહી છે. અને કોર્પોરેશન સંપૂર્ણ રીતે સજ્જ છે.

રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ 15થી 18 વર્ષનાં બાળકો માટેની કોરોના વેકસીન માટેની તૈયારીઓ શરૂ કરી છે. રાજકોટમાં કોરોનાની વેક્સિનના પ્રથમ ડોઝનું વેક્સિનેશન 100 ટકા કરતા વધુ થઈ ગયું છે અને બીજા ડોઝનું વેક્સિનેશન 100 ટકા કરવાના લક્ષ્ય પર કોર્પોરેશન આગળ વધી રહ્યું છે. એવામાં હવે બાળકો માટેની કોરોનાની વેક્સિન લઈને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ થયું છે. જ્યારે પણ સરકાર દ્વારા આદેશ આપવામાં આવશે, ત્યારથી જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે.

રાજકોટમાં બાળકો માટે રસીકરણની તૈયારી

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા ETV Bharatને જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ શાળા અને કોલેજોના સંપર્કમાં હોય છે. જ્યારે શાળાની કામગીરીને લઇને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી નગરપ્રાથમિક શિક્ષણ અધિકારી અને ડીપીઈઓ આ તમામના સંપર્કમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે એટલે જ્યારે પણ રાજકોટમાં બાળકો માટેની કોરોનાની વેક્સિનની શરૂઆત (Vaccination of children in Rajkot)કરવામાં આવશે. ત્યારે આ તમામની અધિકારીઓ કર્મચારીઓની પણ મદદ લેવામાં આવશે. હાલ રાજકોટ મહાનગરપાલિકા પાસે પૂરતો સ્ટાફ પણ છે. તેમજ રાજકોટમાં આગામી દિવસોમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાનું તંત્ર તૈયાર છે.

વડોદરા

વડોદરામાં 15થી 18 વર્ષનાં બાળકો માટેની કોરોનાની વેક્સિન લઈને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ થયું છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 2 તારીખે વડોદરા મહાનગર પાલિકાને પ્રાથમિક તબક્કે કેટલા ડોઝ ફાળવવામાં આવશે તેની જાણકારી મળશે. વડોદરા મહાનગરપાલિકાએ પ્રાથમિક તબક્કે 34 સેન્ટરો પર બાળકોને રસી મુકવા માટેની વ્યવસ્થા ઉભી કરી છે. સાથે સાથે 18 વર્ષથી વધુ વયના લોકો પણ તકલીફ ન પડે તેવી અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો 15 થઈ 18 વર્ષના બાળકોને જે તે દિવસે સ્થળ પર જ ટોકન આપી તે જ દિવસે વેકસીન મુકવામાં આવશે. તેવું સ્થાયી સમિતિ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે ETV Bharatને જણાવ્યું હતું.

જૂનાગઢ

જૂનાગઢ મનપા વિસ્તારમાં અંદાજિત 21 હજાર કરતાં વધુ 15થી 18 વર્ષના કિશોરોને રસીકરણ કરવાને લઈને જૂનાગઢ મનપાનો આરોગ્ય વિભાગે તમામ કામગીરી પૂર્ણ કરી દીધી છે. સંભવિત પાંચ દિવસના રસીકરણ અભિયાન અંતર્ગત જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયેલા 21 હજાર કરતાં વધુ કિશોરોને કોરોના રસી આપીને વાયરસથી સુરક્ષિત કરવામાં આવશે. જૂનાગઢ મનપા આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે.

ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકાએ હાલમાં કેન્દ્ર સરકારે 15 વર્ષ ઉપરના બાળકોને વેક્સિનેશન કરવા 3 જાન્યુઆરીથી શરૂ કરવા આદેશ કર્યો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આર કે સિંહાએ ETV Bharatને જણાવ્યું હતું કે શહેરમાં આશરે 30,000થી લઈને 32,000 બાળકો હશે અને બીજા ગામડામાંથી અહીંયા શહેરમાં અભ્યાસ કરવા આવતા હશે. મહાનગરપાલિકાએ હાલ પ્રાથમિક એવી તૈયારી કરી છે કે શાળાઓ સાથે સંપર્ક કરીને સીધું શાળા મારફત બાળકોને વેકસીનેશન કરવું એટલે કોઈ બાળક બાકી રહે નહીં. હાલમાં સરકારના દિશાનિર્દેશ મળ્યા નથી, પણ સંપૂર્ણ મળ્યા બાદ મહાનગરપાલિકા આ તરફની દિશામાં કામ કરશે. આરોગ્ય અધિકારી આર. કે. સિંહાએ જણાવ્યું હતું કે મેગા વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે તો આરોગ્ય સ્ટાફ પણ બાકી લોકોને શોધીને વેક્સિનેશન કરી રહી છે.

ભૂજ

કચ્છ જિલ્લામાં અંદાજિત 1.82 લાખ બાળકોને આવનારી ત્રીજી જાન્યુઆરીથી કોરોના માટે રસી આપવામાં આવશે. જો કે બાળકોના રસીકરણ માટે તેમના વાલીઓને રીઝવવા તંત્રને અથાક પ્રયત્નો કરવા પડશે પણ જિલ્લા આરોગ્ય તંત્રે તે માટે સજ્જ છે.કચ્છ જિલ્લામાં પણ સરકારના આદેશ અનુસાર બાળકો માટે રસીકરણ કરવામાં આવશે. મળતી વિગતો મુજબ કચ્છમાં કુલ વસતીના 7.30 ટકા બાળકો 15 થી 18 વર્ષના વયજૂથમાં આવે છે જે પ્રમાણે અંદાજે 1,82,354 બાળકો આ રસી લેવા માટે સક્ષમ થશે અને જેમાંથી 90,000 જેટલા બાળકો હાલ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે.

આરોગ્ય અધિકારી સાથે વાત

કચ્છ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જનકકુમાર માઢકે ETV Bharat સાથેની જણાવ્યું કે સરકારની ગાઇડલાઈન મુજબ રજિસ્ટ્રેશનથી લઈને બાળકોને રસી આપવાની પ્રક્રિયા કરવામાં આવશે. આ કાર્યમાં બાળકોના વાલીઓની ભૂમિકા મહત્વની રહેશે. શાળાઓમાં પણ રસીકરણ કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવશે. બાળકોને કોવેક્સિન રસીનો ડોઝ આપવામાં આવશે.બાળકો પોતાની રીતે આ રસી માટે ઓનલાઇન અથવા રસીકરણ સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવીને રસી મેળવી શકે છે.

આ પણ વાંચોઃ Corona Case In Rajkot : રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનું 24 કલાકમાં કોન્ટેક્ટસ ટ્રેસિંગ થઈ જશે: મનપા કમિશનર

આ પણ વાંચોઃ રિ-સર્વેની મુદ્દત વધું એક વર્ષ સુધી લંબાવવામાં આવી: મહેસુલ પ્રધાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.