અમદાવાદ: ગુજરાતમાં ઉતરાયણનો (uttarayan 2023) તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ઉતરાયણમાં સામાન્ય રીતે ચાઈનીઝ દોરીનો વધારે ઉપયોગ થતો જોવા મળતો હોય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા દ્વારા ચાઈનીઝ દોરી ચાઈનીઝ તુક્કલ અને નાયલોન દોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો (gujarat high Court sought report of Chinese lace) છે. તેમ છતાં પણ રોજબરોજ ઘણી બધી જગ્યાએથી ચાઈનીઝ દોરી બનતી હોય એવા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે ચાઈનીઝ દોરીના લીધે ઘણા બધા લોકોના મૃત્યુ ઇજા અને ગંભીર અકસ્માતો થતા હોવાના પણ સમાચાર સામે આવે છે. જેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી (Petition in Gujarat HC banning Chinese lace) હતી.
આ પણ વાંચોઃ હિમાલયનો દાદા ગુરુ: 134 વર્ષથી અડીખમ છે ગિરનાર પર્વતના આ પગથિયાં
અરજીના અંશોઃ આજ મામલે અરજીમાં ટાંકવામાં આવ્યું છે કે, દિવાળી બાદથી જ તંત્ર આવા તમામ લોકો પર નજર રાખે કે જેઓ ઉતરાયણ સંબંધિત ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. જેના કારણે હાનિકારણ ચીજ વસ્તુઓ લોકો સુધી જતા અટકી શકે. તાજેતરમાં જ છેલ્લા બે દિવસમાં અમદાવાદના 15 વર્ષના બાળક જ્યારે રિવરફ્રન્ટ પર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને દોરી વાગવાની ઘટના અને સુરતના એક એડવોકેટને દોરી વાગવાની ઘટના પણ હાઇકોર્ટમાં ધ્યાને મૂકવામાં આવી હતી.
ડેટા મૂક્યોઃ આ સાથે અરજદારે દોરીથી ઘવાયેલા પક્ષીઓનો એક ડેટા પણ કોર્ટ સમક્ષ મુક્યો છે. જે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જાન્યુઆરી માસ દરમિયાન કુલ 4124 પક્ષી સારવાર માટે આવ્યા હતા જેમાંથી 663 પક્ષીઓના મોત નિપજ્યા હતા. 3321 પક્ષીઓને સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યા. આજીવન ઈજા થઈ હોય તેવા 140 પક્ષીઓ હજૂ પણ ટ્રસ્ટની સારવાર હેઠળ છે.
હાઇકોર્ટમાં અરજી: ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ તુક્કલના કારણે લોકોને થતી ઇજાઓ અને મૃત્યુના કારણે સર્જાતા અકસ્માતને લઈને યોગ્ય પગલા લેવામાં આવે એવી માંગણી સાથે જે અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી (Petition in Gujarat HC banning Chinese lace) હતી. તે મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટનું પ્રાથમિક અવલોકન રહ્યું હતું કે, ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી ઉપર માત્ર જાહેરનામું બહાર પાડવું જરૂરી નથી પરંતુ પ્રતિબંધ મૂકીને તેનો અમલવારી થવું પણ જરૂરી છે. ઘાતક દોરીઓના કારણે નાગરિકોનું મૃત્યુ થાય કે ઈજા થાય તે ચલાવી શકાય નહીં.
આ પણ વાંચો ધો 10 અને 12ના વિદ્યાર્થીઓ શરૂ કરી દેજો તૈયારી, 14થી 29 માર્ચ સુધી લેવાશે પરીક્ષા
હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો: આ સમગ્ર સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે કે, ચાઈનીઝ દોરી અને તુકકલ પર પ્રતિબંધના અમલવારીને લઈને હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો તેમ જ રિપોર્ટ પણ માંગ્યો હતો. આ સાથે જ આ પ્રતિબંધ ઉપર સરકાર કઈ રીતે તેનો અમલવારી કરાવી રહી છે. તે પણ હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો છે. તો સાથે જ બે દિવસમાં સોગંદનામાં પર જવાબ રજૂ કરવા પણ સરકારને કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે આ સમગ્ર મામલે વધુ સુનાવણી 6 જાન્યુઆરીના રોજ ધરાશે.
આ પણ વાંચો રાજકોટમાં 7મીએ ભારત અને શ્રીલંકા T20 મેચ, ખંડેરી સ્ટેડિમમાં શ્રીલંકા પહેલી વખત અજમાવશે નસીબ
ગુજરાતમાં રોજ એક ભોગ લેતી ચાઈનીઝ દોરી: ગુજરાતમાં કાતિલ ચાઈનીઝ દોરીનો કહેર યથાવત છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ ગુજરાતના કોઈને કોઈ શહેરથી ચાઈનીઝ દોરીથી મોતના સમાચાર આવી રહ્યાં છે. ગઈકાલે વડોદરામાં ચાઈનીઝ દોરીથી હોકી પ્લેયરનું મોત નિપજ્યુ હતુ. ત્યારે આજે સુરતમાં પતંગની દોરીથી એક બાઈકચાલકનું ગળું કપાયું હતું. શખ્સ કામરેજ ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા, ત્યારે ચાઈનીઝ દોરો તેમના ગળે ભરાયો હતો. ગંભીર ઈજા થતાં નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.