અમદાવાદઃ કોરોના મહામારીને લઇને ઘરમાં બંધ લોકોની કળા અભિવ્યકિતને પ્રગટ કરવાનો સુંદર સમય પણ આપ્યો છે. અમદાવાદના નિકોલમાં રહેતાં મહેશ પટેલ ગ્લાસ પેઇન્ટિંગ વર્કમાં પ્રગટ થયેલ અભિવ્યક્તિ કળાસંતર્પક બની રહી છે.

મહેશ પટેલ રીવર્સ ગ્લાસ પેઇન્ટિંગના કળાકાર છે. જેમાં વિશેષતા એ હોય છે કે પારદર્શક કાચ પર પેઇન્ટિંગ કરવામાં આવે છે પરંતુ તેનું ખરું પરિણામ કાચની પાછળની બાજુએ પૂર્ણ ચિત્ર સ્વરુપે નિહાળી શકાય છે. જેને લઇને તેને રીવર્સ ગ્લાસ પેઇન્ટિંગ કહેવાય છે. કેનવાસ પેઇન્ટિંગમાં જે કલર્સનો ઉપયોગ થાય છે તે જ રંગનો આ પેઇન્ટિંગમાં પણ વપરાશ કરવામાં આવે છે.