અમદાવાદ: પહેલા યુપી પોલીસની વેન જશે. બીજી વેનમાં અતીકની વેન જશે .કાફલો તૈયાર કરી રવાના થયા હતા. ત્રણ વાન એક સાથે જશે. અમદાવાદથી પ્રયાગરાજ સુધીની આ સફર રહેશે. અતીક અહેમદને લઈને અમદાવાદથી રવિવારે સાંજે યુપી પોલીસનો કાફલો નીકળ્યો હતો. જયપુર કે મધ્યપ્રદેશના રસ્તે લઈ જશે એ સ્પષ્ટ નથી. યુપી પોલીસ ઉદેયપુરના રસ્તેથી અમદાવાદ આપી હતી. 5.45 વાગ્યે એમને અમદાવાદથી લઈ ગઈ હતી.
આ પણ વાંચો: Gangster Atiq Ahmed : અતિક અહેમદને લેવા યુપી પોલીસ અમદાવાદની સેન્ટ્રલ જેલ પહોંચી
રાહત માટે અપીલઃ હવે એનો પરિવાર રાહત મળે એવી અપીલ કરી રહ્યો છે. પ્રયાગરાજમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ક્યા રૂટથી પ્રયાગરાજ પહોંચશે એ ગુપ્ત રાખવામાં આવ્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે વચ્ચેથી રસ્તો બ્લોક કરી દીધો હતો. મીડિયાની ગાડીઓને રોકી દેવામાં આવી હતી. સાબરમતીથી જતી વખતે આતીકે જણાવ્યું હતું કે, મારી હત્યા થઈ શકે છે. એની પત્ની ઉપર પણ કેસ થયો છે. પત્ની પોલીસથી છુપાતી ફરી રહી છે. પ્રયાગરાજમાં સૌથી વધારે ક્રાઈમ કેસ નોંધાયા છે. અપહરણથી લઈને ધમકી સુધીના કુલ 100થી વધારે કેસ એની સામે નોંધાયેલા છે.
મોટું નિવેદનઃ આ તમામ બાબતો વચ્ચે ઉત્તરપ્રદેશના પોલીસ કમિશનર રમીત શર્માનું અતિક અહેમદને લઈને નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે એક જૂના અપરણના કેસમાં નામદાર કોર્ટ દ્વારા ચુકાદાની તારીખ 28મી માર્ચ નક્કી કરવામાં આવી છે અને કોર્ટના આદેશ પર કેસના સંબંધીત આરોપીને જેલમાંથી ઉત્તર પ્રદેશ લાવીને કોર્ટમાં રજૂ કરી પરત જેલમાં મોકલવામાં આવે છે, જેથી માફિયા અતિક અહેમદને લેવા માટે એક ટિમ સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવી છે.
અતિક અહેમદની રાજકીય કારકિર્દી: ગેંગસ્ટર અતિક અહેમદના રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો વર્ષ 1989માં અપક્ષ ઉમેદવાર તરીકે અલ્હાબાદ વેસ્ટ બેઠકથી જીત્યો હતો જે બાદ વર્ષ 1991 માં પરિવાર એ જ બેઠક પર જીત્યો અને 1993માં પણ અપક્ષ ઉમેદવાર તરીકે અલ્હાબાદ વેસ્ટની બેઠક પર જીત્યો હતો અને જે બાદ વર્ષ 1996માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે અલ્હાબાદ વેસ્ટની બેઠક ઉપર ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો અને જે બાદ 1999 માં પ્રતાપગઢમાં આપના દળ પક્ષમાંથી ચૂંટણી લડી હતી અને જીત્યો હતો જે બાદ વર્ષ 2002માં પરિવાર અલ્હાબાદ વેસ્ટ બેઠક પરથી જીતી અને અંતે વર્ષ 2004માં ફૂલપુર સમાજવાદી પાર્ટીના સાંસદ તરીકે લોકસભા બેઠક જીત્યો હતો.
આ પણ વાંચો: Rahul Gandhi Disqualification: રાહુલ ગાંધી માટે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કરતા પોલીસે કરી અટકાયત
150 થી વધુ ગુનામાં સામેલ: 23મી એપ્રિલ 2019 ના રોજ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને અતિક અહેમદને યુપીની બહાર શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો અને ત્રણ જુન 2019 ના રોજ યુપી સરકારે અતિકને અમદાવાદની સાબરમતી જેલમાં શિફ્ટ કરાવ્યો હતો. અતિક અહેમદ નો જન્મ 10 ઓગસ્ટ 1962માં થયો હતો પૂર્વાંચલ અને અલ્હાબાદમાં ખંડણી અપહરણ, સહિતના 150 થી વધુ ગુનામાં સામેલ છે. તેને લેવા પહોંચેલી પોલીસ બુલેટપૃફ જેકેટ અને હથિયારો સાથે સજ્જ જોવા મળી હતી.