આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ઓસોસિએશને સુપ્રીમમાં કરેલી જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં તેઓએ રજૂઆત કરી છે કે, સુપ્રીમ કોર્ટ કલેજીયમે જસ્ટિસ અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક કરવાની તેમજ અન્ય હાઇકોર્ટના જજોની નિયુક્તિ અંગે પણ ભલામણ દેશના કાયદા મંત્રાલયને કરવામાં આવી હતી.
ત્યારે આ મામલે જસ્ટિસ કુરેશી અંગેની ભલામણ સિવાય તમામ ભલામણોને કાયદા વિભાગે મંજૂરી આપી છે. પરંતુ જસ્ટિસ કુરેશીની નિયુક્તિમાં બિનજરુરી વિલંબ થઇ રહ્યો છે. ત્યારે જસ્ટિસ અકિલ કુરેશી સ્વતંત્ર અને નિષ્પક્ષ વલણ માટે જાણીતા ન્યાયાધિશ છે.