અમદાવાદઃ કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતમાં હાહાકાર મચી ગયો છે. લૉક ડાઉનનો સમય વધીને 17 મે સુધી કરવામાં આવ્યો છે. લોકોને વારંવાર ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે તેની સાથે આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે જ બહાર નીકળવાનું લોકોને જણાવવામાં આવી રહ્યું છે ત્યારે લોક ડાઉનના પગલે અનેક કાર્યક્રમો પણ સ્થગિત થયાં જેમાં લગ્નો પણ કેન્સલ કરવા પડ્યાં છે. જોકે લગ્ન ટાળવા ન હોય તે લોકો કોરોનાની અગમચેતી રાખી આઘવી ઢબે લગ્ન કરી રહ્યાં છે.
શહેરના હાટકેશ્વર ખાતે અનોખા લગ્ન: એકબીજાને માસ્ક પહેરાવી કર્યા લગ્ન જે પરિવારોમાં લાંબા સમયથી લગ્ન નિધાઁરિત કરેલાં હોય તેવા પરિવારો આ લૉક ડાઉનના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરીને સાદગીપૂર્વક પોતાના ઘરમાં જ શુભ અવસરો પાર પાડી રહ્યાં છે. શહેરના હાટકેશ્વર વિસ્તાર ખાતે મીત અને ચાંદનીના લગ્ન નિર્ધાર્યા હતાં જેમાં મીતના પિતા ધમેઁશ સોની સાથે સ્થાનિક વહીવટીતંત્ર જનપ્રતિનિધિઓને મદદરુપ થવા ટહેલ નાંખી હતી. સરકારે જાહેર કરેલ નિયમ મુજબ 20 વ્યકિતઓને લઈને શુભ લગ્ન પ્રસંગ પાર પાડ્યો હતો. વરવધૂએ સાદગીથી લગ્ન કર્યા હતાં, એકમેકને હારતોરા પહેરાવીને માસ્ક પહેરાવી સેંથામાં સિંદૂર પુરીને અને સોશિઅલ ડિસ્ટન્સનું પાલન કરીને આ લગ્ન સંપન્ન થયાં હતાં.