ETV Bharat / state

જે બાને અપશબ્દો કહેવામાં આવે છે તેમનો જ પૂત્ર ગુજરાતમાં સરકાર બનાવશે જોઈ લેજોઃ સ્મૃતિ ઈરાની - medha patkar

કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સોમવારે અમદાવાદમાં (Smriti Irani Public Meeting in Danilimda) દાણીલીમડા બેઠક (Danilimda Assembly Constituency) માટે પ્રચાર કર્યો હતો. અહીં તેમણે જાહેરસભા સંબોધતા કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ તેમણે ભાજપે કરેલા કામગીરી અંગે લોકોને માહિતી આપી હતી.

જે બાને અપશબ્દો કહેવામાં આવે છે તેમનો જ પૂત્ર ગુજરાતમાં સરકાર બનાવશે જોઈ લેજોઃ સ્મૃતિ ઈરાની

author img

By

Published : Nov 29, 2022, 9:03 AM IST

અમદાવાદ કેન્દ્રિય પ્રધાન અને ભાજપનાં સ્ટાર પ્રચારક એવા સ્મૃતિ ઈરાની સોમવારે પ્રચાર માટે અમદાવાદ (Smriti Irani Public Meeting in Danilimda) આવ્યાં હતાં. અહીં તેમણે દાણીલીમડા વિધાનસભામાં (Danilimda Assembly Constituency) એક સભા સંબોધી હતી. તે દરમિયાન તેમણે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે કૉંગ્રેસના સેનાપતિ ગુજરાતમાં નહીં, પરંતુ બહાર ચક્કર મારી રહ્યા છે. ગુજરાતમાં સામેથી શ્રીરામ બોલવામાં આવે છે. જ્યારે અન્ય રાજ્યોમાં શ્રીરામ બોલનારને સજા કરવામાં આવે છે.

કૉંગ્રેસની સેના દમ નથી કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ (Smriti Irani Public Meeting in Danilimda) જણાવ્યું હતું કે મહાસંગ્રામનો મતલબ એમ છે કે, બંને પગ સામે હોય અને સેનાપતિ પણ સામે આવે. મહિલાઓનું ક્યારેય અપમાન ન થાય. તે મહાસંગ્રામનો નિયમ છે, પરંતુ કૉંગ્રેસની સેનામાં દમ નથી કે ગુજરાતમાં આવીને ચૂંટણી લડી શકે. કૉંગ્રેસના યોદ્ધા જ ગુજરાત બહાર આંટો મારી રહ્યા છે. જ્યારે ચૂંટણી મહાસંગ્રામ તો ગુજરાતમાં ચાલી રહ્યો છે.

કૉંગ્રેસની સેના દમ નથી

બાને અપશબ્દો કહેવામાં આવે છે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani Public Meeting in Danilimda) આમ આદમી પાર્ટી પણ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહિલાઓનું ક્યારેય અપમાન થતું નથી, પરંતુ ગુજરાતની આપ પુણ્ય ભૂમિ ભાજપની જ મહિલાઓ કહે છે કે, ગુજરાતની ભૂમિ પર કોઈએ પોતાની બાને અપશબ્દો કહ્યા નથી. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ બાને અપશબ્દો કહી રહ્યા છે. આજ ગુજરાતી ચૂંટણીમાં જે બાને અપશબ્દો કહેવામાં આવી રહ્યા છે. તેમનો જ પૂત્ર ગુજરાતમાં સરકાર બનાવશે.

ગુજરાત શ્રી રામ સામેથી બોલાવ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શ્રીરામ સામેથી બોલવામાં આવે છે, પરંતુ બીજા અન્ય રાજ્યમાં શ્રીરામ બોલવા પર સજા કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ભગવા પહેરે તો ઊઠાવી જાય છે. જ્યારે કેરળમાં એક રિક્ષાચાલક જય શ્રીરામ બોલ્યો તો તેના હાથ પગ કાપી નાખવામાં આવ્યા હતા. ગાંધી પરિવાર જ્યારે સત્તામાં રહે ત્યારે રામનું કોઈ અસ્તિત્વ નહીં તેવા દસ્તાવેજો પણ કોર્ટમાં આપી દીધા છે.

બચ્ચને કહી દીધું કુછ દિન ગુજરાઓ ગુજરાતમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં (Bharat Jodo Yatra Congress) નીકળી રહ્યા છે. પરંતુ બચ્ચન સાહેબે કહી કહીને થાક્યા છે. કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, પરંતુ રાહુલ ગાંધી ચૂંટણીના સમય પણ ગુજરાતમાં આવવા તૈયાર નથી અને પાછા જૂઠ્ઠાણા ફેલાવે છે કે, કૉંગ્રેસનું કામ બોલે છે પણ ખરેખર કૉંગ્રેસે કામ કર્યું છે શું એ જ દેખાતું નથી.

મેધા પાટકરને ખભા પર હાથ મૂકીને ફરે છે તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતને પાણી માટે વલખાં મરાવનારાં મેધા પાટકર હતાં. તેમના કારણે ગુજરાતના અનેક પરિવારો પાણી માટે વલખાં મારી રહ્યાં હતાં. પરંતુ આ જ કૉંગ્રેસના નેતા મેધા પાટકરના (Medha Patkar) ખભે હાથ મૂકીને ભારત જોડોની યાત્રામાં નીકળી પડ્યાં છે. પરંતુ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, અમેઠીથી તેમને કાઢ્યા બાદ તે ફર ફર જ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.