- કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાની અમદાવાદ મુલાકાત
- ઝાયડ્સ બાયોટેક અને હેસ્ટર બાયોસાયન્સની મુલાકાત
- કોરોના રસીના ઉત્પાદન માટે સરકારી સહાયનું આશ્વાસન
અમદાવાદ : કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયા આજે અમદાવાદની મુલાકાતે હતા. તેમણે ચાંગોદર ખાતે આવેલ ઝાયડસ બાયોટેક પાર્કની અને અમદાવાદમાં હેસ્ટર બાયોસાયન્સની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ઝાયડસે ઈમરજન્સી યુઝ માટે પોતાની ઝાયકોવ-ડી રસી માટે પરમિશન માંગી છે. તો બીજી તરફ હેસ્ટર બાયોસાયન્સ દ્વારા ભારત બાયોટેક સાથે મળીને કોવેક્સિનના ઉત્પાદનની શરૂઆત કરવા જઈ રહી છે. ત્યારે મનસુખ માંડવિયાએ બન્ને કંપનીઓને રસીના ઉત્પાદન માટે તમામ પ્રકારની સરકારી સહાયની ખાતરી આપી હતી.
મનસુખ માંડવીયા વેકસીન ઉત્પાદક કંપનોની મુલાકાત લીધી
કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયા અગાઉ હૈદરાબાદની ભારત બાયોટેક અને પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમને વિશ્વની પ્રથમ DNA આધારિત રસી વિકસાવનાર ઝાયડ્સ કંપનીની મુલાકાત લીધી છે. કેન્દ્ર સરકાર ડિસેમ્બર સુધીમાં તમામ લોકોને વેક્સિનેટ કરવાનું લક્ષ્ય ધરાવે છે. મનસુખ માંડવિયા દેશમાં વેક્સિન ઉત્પાદનની સમીક્ષા કરી રહ્યા છે.
ઝાયડસ-કેડીલા કંપની ઝાયકોવ-ડી નામની DNA આધારિત રસી તૈયાર કરી રહી
ZyCoV-D અમદાવાદ સ્થિત ઝાયડસ કૅડિલા ફાર્મા કંપની મુલાકાત પછી કેન્દ્રીયપ્રધાને જણાવ્યું હતું કે, ઝાયડસ-કેડીલા કંપની ઝાયકોવ-ડી નામની DNA આધારિત રસી તૈયાર કરી રહી છે. જે વિશ્વની પહેલી DNA આધારિત રસી છે. આ રસીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આ રસી(ZyCoV-D)ની મંજુરીને લઇને પણ કંપની દ્વારા તૈયારીઓ કરી લેવાઇ છે. 12 વર્ષથી વધુ વયના તમામ લોકો માટે ઉપયોગી આ રસી માટે DGCI પાસે મંજૂરી માગવામાં આવી છે. ઝાયડસ કૅડિલા અનુસાર આ રસીનું 28,000 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું છે. જો આ રસી(ZyCoV-D )ને મંજૂરી મળી જશે તો કોરોના સામેની લડાઇમાં દેશને ધણી જ અસરકાર સાબિત થશે.
સમગ્ર દેશમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું
કેન્દ્રીયપ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. વેક્સિન માટે મેન્યુફેક્ચરિંગ અને સપ્લાયનો ડિસેમ્બર સુધીનો પ્લાન છે. જેમાં જુલાઈમાં 13 કરોડ ડોઝ મળશે. આ ડોઝનો વસ્તી મુજબ સપ્લાય થશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટની દર મહિને 10 કરોડ ડોઝ તૈયાર કરે છે.