અમદાવાદ: દેશના ગૃહપ્રધાન તેમજ ગાંધીનગર લોકસભાનાં સાંસદ અમિત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાં ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં અલગ અલગ વિકાસનાં કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યાં હતાં. જેમાં સવારે સાબરમતી GSRTC 321 નવીન બસોનું લીલી ઝંડી આપી અને મોદી સમાજનો જે રાષ્ટ્રીય મહાસમેલન શાહીબાગ ખાતે હાજરી આપી હતી.
વિકાસની ભેટ: ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો જીવનમાં કેવી રીતે સુધારો થાય તેના પર કામ કરી રહ્યા છે. જેના કારણે ગુજરાત સરકારે પણ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુક્યો છે. દેશના ગૃહપ્રધાન જ્યારે પણ ગુજરાત આવે છે. ત્યારે વિકાસની ભેટ લઈને આવી રહ્યા છે. જે આપણા માટે આનંદની વાત કહી શકાય છે. ગૃહપ્રધાને દેશના સૌથી શ્રેષ્ઠ સંસદીય મતક્ષેત્રે બનાવવાનો સંકલ્પ કર્યો છે. અત્યાર સુધીમાં 11 લાખ જેટલા આવસોનું નિર્માણ કરવામાં આવ્યા છે.
'આજ મારા મતવિસ્તારમાં 700 કરોડના વિકાસના ખાતમુહૂર્ત અને લોકર્પણ થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી જે પ્રમાણે વિકાસ મૂકીને ગયા હતા તેજ રીતે ભુપેન્દ્ર પટેલ વિકાસને આગળ લઈને જઈ રહ્યા છે. દેશમાં ઘણા શહેર અને રાજ્યમાં ફર્યો છું અને રાજ્યો કે શહેરમાં 60 કરોડના વિકાસના કામો થયા હોય તો વાહવાહી કરવામાં આવી રહ્યા છે. પરંતુ અહીંયા 300 કરોડના કામ થઈ રહ્યા છે. 2019માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાંથી હું ચૂંટાઈને દિલ્હી ગયો છું અને અત્યાર સુધી 16,563 કરોડના કામ થયા છે.' -અમિત શાહ, ગૃહપ્રધાન
તળાવમાં ડૂબકી મારવાની ઈચ્છા થાય છે: આજ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં 300 કરોડના કામોને લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ખરાબ ભારતમાં જોવા મળતું છારોડી તળાવ આજે ખૂબ જ સુંદર તે વિકાસ કરવામાં આવ્યો છે તળાવમાં જો નૌકા વિહાર મૂકી દેવામાં આવે તો આજુબાજુના લોકોને રાત્રિના સમય પણ તે આનંદ માણી શકે છે. આ તળાવ એટલું સુંદર થઈ ગયું છે કે મને આ તળાવમાં ડૂબકી મારવાની પણ ઈચ્છા થાય છે.
25.19 કરોડના લોકાર્પણ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ પશ્ચિમ ઝોન નારણપુરા વોર્ડમાં 1.35 કરોડના ખર્ચે નવું અધ્યતન જીમનેશિયમ, 1.58 કરોડના ખર્ચે. તેમના વિસ્તાર નારણપુરામાં તૈયાર કરવામાં આવેલી લાયબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. ચાંદલોડિયામાં 17 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સુએઝ પંપીગ સ્ટેશન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા વોર્ડમાં છારોડી તળાવની લોકાર્પણ કર્યું હતું.
35.79 કરોડના ખાતમુહૂર્ત: ઉત્તર પશ્ચિમ ઝોન ગોતા 18.41 કરોડના ખર્ચ ફાયર સ્ટેશન તેમજ સ્ટાફ કવાટર્સ, નવા વાડજ ખાતે 8.38 કરોડના ખર્ચે નાઇડ સેલ્ડર, ચાંદલોડિયામાં 4 કરોડના ખર્ચે નવી લાયબ્રેરી, થલતેજ ગામ આવેલ થલતેજ તળાવને 5 કરોડના ખર્ચે રિડેવલપ જેવા વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા વોર્ડમાં હાઉસિંગ પ્રોજેકટ દ્વારા ઓછી આવક ધરાવતા વર્ગના લોકો માટે 2501 જેટલા LIG પ્રકારના 2501 જેટલા આવાસના ડ્રો પણ કરવામાં આવ્યા હતા.