અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ધાબા પર પતંગ ઉડાવી હતી. જ્યા તેમનો પરિવાર અને પાર્ટીના સભ્યો પણ હાજર હતા. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુરના નવા તાલિયાની પોળ ખાતે પતંગ મહોતસ્વમાં ભાગ લીધો હતો અને પતંગ ચગાવી હતી.
પતંગ ચગાવી અનેરો આનંદ મેળવ્યો : વેજલપુર ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે જેનું અમિત શાહ પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે દરિયાપુર પટેલ સાથે ખાસ જોડાણ ધરાવે છે. જેઓ અગાઉ આ વિસ્તારમાં ફટાકડાની દુકાન ચલાવતા હતા. શાહ તેમની પત્ની સોનલ બેન સાથે હતા અને તેઓ તેમના મતવિસ્તાર ગોતા અને કલોલમાં પણ કાર્યક્રમોમાં હાજરી આપશે. પટેલે લોકોને એવી પણ અપીલ કરી હતી કે જો તેઓ કોઈને પ્રતિબંધિત ચાઈનીઝ માંઝાનો ઉપયોગ કરતા જુએ તો પોલીસને જાણ કરે.