ETV Bharat / state

કોરોનાના ભય હેઠળ ભણતર ન બગડે તે માટે તપોવન સંસ્કારપીઠનો નવો અભિગમ - ઈટીવી ભારત ગુજરાત

કોરોના વાયરસના કારણે શાળાકોલેજ બંધ થયાં છે ત્યારે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેવા હેતુથી તપોવન સંસ્કારપીઠ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઈ છે. શાળા તરફથી વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કોરોનાના ભય હેઠળ ભણતર ન બગડે તે માટે તપોવન સંસ્કારપીઠનો નવો અભિગમ

author img

By

Published : Mar 18, 2020, 6:37 PM IST

અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસની હાહાકાર મચી ગયો છે. સરકાર દ્વારા કોરોના વાયરસના કારણે સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં શાળાકોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. શાળાકોલેજ બંધ થવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થાય છે. વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેવા હેતુથી તપોવન સંસ્કારપીઠ દ્વારા અનોખી પહેલ શરૂ કરાઈ છે. શાળા તરફથી વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કોરોનાના ભય હેઠળ ભણતર ન બગડે તે માટે તપોવન સંસ્કારપીઠનો નવો અભિગમ

હાલમાં ધોરણ-9 અને 10ના વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે.તપોવન સંસ્કારપીઠ દ્વારા "જીવો અને જીવવા દો"ના અભિગમ સાથે દેશના લાખો વિધાર્થીઓ કટોકટીના સમયે અભ્યાસથી વંચિત ન રહી જાય તેના માટે થઈને આ અભિગમ અપનાવવામાંં આવ્યો છે. જેને લઈ તપોવનના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તપોવનના કાર્યકર અભય શાહને આ સમગ્ર અભ્યાસપ્રવૃત્તિ અંગે પૂછવામાં આવતા તેમેણે જણાવ્યું કે રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કોરોના વાયરસની વચ્ચે સરળતાથી પોતાનો અભ્યાસ કરી શકે તે માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ અને વિડીઓ અપલોડ કરવામાં આવે છે. જેનાથી નિષ્ણાત શિક્ષકોના માધ્યમથી અભ્યાસ સરળતાથી કરી શકે, સાથેસાથે દેશમાં અને વિશ્વમાં કોરોના વાઇરસ વહેલી તકે નાશ થાય અને શાંતિ અને સલામતી બની રહે તેવી જ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી છે.

બાઈટ - અભય શાહ, કાર્યકર, તપોવન સંસ્કારપીઠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.