અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે ખૂબ મોટી ઘટના બનતી અટકાવી છે. જો ક્રાઈમ બ્રાન્ચ સમયસર સતર્ક ન થઈ હોત તો બે બિલ્ડરોની ગોળી મારી હત્યા કરી દેવાઈ હોત.
દ્રશ્યોમાં દેખાતા આ આરોપીઓના નામ છે અયુબ પઠાણ ઉર્ફે રાયખડ, મુસ્તુફા ઉર્ફે સમીર અને સિકન્દર લંગા. આ આરોપીઓ કુખ્યાત શિવા સાથે ફોન પર વાત કરતા હતા. આ વાત શિવા મહાલીંગમ જેલમાંથી કરતો હતો. જ્યાંથી એક બિલ્ડર અને એના ભાઈને ગોળી મારી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ બંને શખ્સો અને શિવા વચ્ચે અયુબ ઉર્ફે રાયખડ વચેટીયો બન્યો હતો. જેણે પ્લાનિંગ મુજબ બંને શખસો હથિયાર સાથે જુહાપુરા બિલ્ડર અને તેના ભાઈની હત્યા કરવા પહોંચ્યા હતા. બીજીતરફ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ આ ગેંગના ફોન ટ્રેક કરીને વાતચીત સાંભળતી હતી. તે લોકોના પ્લાનીંગને અંજામ આપવા જાય તે પહેલા જ જુહાપુરા ફતેહવાડી કેનાલ પાસેથી ઝડપી લીધા અને અયુબ રાયખડને પણ તેના ઘરેથી ઉઠાવી લીધો હતો.
શિવા મહાલિંગમે નિમા લૂંટ કેસ કર્યો, બાદમાં જુહાપુરામાં અઝહર કીટલીનું.મર્ડર કર્યું અને જેલમાં ગયા બાદ પેરોલ પર બહાર આવી આ બિલ્ડર બંધુઓ પાસે ખંજણી માંગી હતી. જે કેસમાં તે હાલ જેલમાં બંધ છે. શિવા ભલે જેલમાં હોય પણ ખાનગી રીતે સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવાઈ રહી હતી. જે આ ફોન પર કરેલા પ્લાનિંગ થકી જ સમજાય જાય છે. શિવાના સાગરીતોના યોગ્ય ધારાધોરણ પ્રમાણે મંજૂરી લઈ પોલીસે મોબાઈલ ઇટરસેપશન દ્વારા અંદર વાત જાણી કે આ લોકો બિલ્ડરને પતાવી દેવાના છે. આ માહિતી પર કામ કરી બે માણસો ફતેહવાડી ખાતે બિલ્ડર શોએબ પર ફાયરિંગ કરવા જાય તે પહેલા જ બંનેને ઝડપી પાડી જીવતા સાત કારતૂસ અને બે પિસ્ટલ કબ્જે કર્યા છે. શિવા મહાલિંગમેં અગાઉ જે બિલ્ડરને ખંડણી માંગવા ધમકાવ્યો હતો, તેને જ હવે તે પતાવવા માંગતો હતો અને જેલમાં બેઠા બેઠા તેણે આ પ્લાન ઘડ્યો હતો. તમામ પુરાવા આધારે પોલીસે હત્યાની કોશિશ અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધી છે. જેમાં હથિયાર આપનાર રોબિનના નામનો પણ સમાવેશ કરાયો છે. પકડાયેલો આરોપી સિકન્દર સામે અપહરણ, લૂંટની કોશિશ, શિવા ને ભગાડવાનો, હથીયાર કેસમાં સંડોવાયેલો છે. જ્યારે મુસ્તુફા ઉર્ફે સમીર મારામારી અને હથિયાર કેસમાં ઝડપાઇ ચુક્યો છે.
પોલીસે ગુનો દાખલ કરી એક ટીમને જેલમાં મોબાઈલ ફોન ક્યાંથી આવ્યો તે માટે તપાસ ચાલુ કરી છે. જ્યારે આરોપીનો મોબાઈલ ફોન કબ્જે કર્યો છે. સુત્રોનું કહેવું છે કે જ્યારે જ્યારે શિવા મહાલીંગમ જેલમાં હોય ત્યારે તેના બહારના ગુનાહિત કામ અયુબ રાયખડ કરતો હોય છે. અયુબ આ રીતે શાર્પ શૂટરો કે ગુનાહિત વ્યક્તિઓને શોધી શિવા મહાલીંગમ ની સોપારી પાર પાડતો હોય છે. ત્યારે આગામી સમયમાં પોલોસ શિવાની પણ જેલમાંથી પૂછપરછ કરનાર છે.
આ છે શિવા મહાલિંગમનો ક્રાઈમ રેકર્ડ...
- 1997માં હાટકેશ્વરમાં હત્યાની કોશિશ કરી
- ખોખરામાં હત્યાની કોશિશ
- ઘેટિયા ગેંગ સાથે દારૂનો ધંધો કરવા માટે હત્યાની કોશિશ
- ભાઈપુરા માં વેપારીને લૂંટયો
- વીએસ હોસ્પિટલ પાસે હત્યાની કોશિશ કરી લૂંટ ચલાવી
- અમદાવાદના અમરાઈવાડી માં પોલીસ પર ફાયરિંગ
- ગોમતીપુર પોલીસ પર પણ ફાયરિંગ
- વર્ષ 2001માં લૂંટની ફરિયાદ કરનાર વેપારીની હત્યા કરી
- બ્રાઉન સુગર અને ચરસ સાથે અમરાઈવાડી માં પકડાયો
- જેલમાં હત્યાની કોશિશ કરી
- કોર્ટમાં લઈ જતી પોલીસના જાપતામાંથી ફરાર
- વટવામાં હત્યાની કોશિશ
- એલસીબ્રિજમાં હથિયાર સાથે પકડાયો
- ભાવનગર જેલમાં જેલ સ્ટાફ પર રસોઈ બાબતે હુમલો
- ભાવનગર જેલમાં મોબાઈલ ફોન સાથે પકડાયો
- નિમા ફાયરિંગ વિથ લૂંટને અંજામ આપ્યો
- જુહાપુરા માં અઝહર કીટલી નું ફાયરિંગ કરી મર્ડર કર્યું
- જુહાપુરા ના બિલ્ડર પાસે ખંડણી માંગી હત્યા કરવાની ધમકી આપી