પોરબંદરના દરિયા કિનારેથી 100 કી.ગ્રા. હેરોઈન સિઝરકેસમાં ATS એ મોહમ્મદ અબ્દુલ સલામ અને નિઆમત ખાન એમ બે શખ્સોની ધરપકડ કરી છે. આ અગાઉ પકડાયેલ 9 ઈરાની નાગરિકોની પૂછપરછ અને ટેક્નિકલ એનાલિસિસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ડ્રગ્સ કન્સાઇનમેન્ટમાં એક ભારતીય માછીમારી બોટ દિલ્હી પહોંચાડવાનું હતું અને નિયામત ખાન નામના અફઘાનિસ્તાન નાગરિકને મળવાનો હતો. હેરોઈનને ચેન્નઈ અને મલ્લપુરામ પહોંચાડવા માટે અબ્દુલ કલામ નામના એક માણસને સોંપવામાં આવનાર હતું. ત્યારબાદ તે ભારતની બહાર તમિલનાડુ અને કેરલા વિવિધ બંદરો અને હવાઈમથક મારફતે મોકલવાનું જણાવ્યું હતું.
નિયામત ખાનની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વર્ષ 2019ના ડિસેમ્બરમાં તે તબીબી વિઝા પર અફઘાનિસ્તાનથી ભારત આવ્યો હતો અને દિલ્હીના લાજપતનગરમાં રહ્યો હતો. અફઘાનિસ્તાનથી નાર્કોટિક્સ સિન્ડીકેટ દ્વારા ભારત મોકલવામાં આવ્યો હતો. અગાઉ પણ બે વખત ભારત આવી ચૂક્યો છે અને હેરોઇનની દાણચોરીમાં સામેલ હતો. આ હિરોઈનની દાણચોરી સિન્ડીકેટ પાકિસ્તાનમાં કાર્યરત છે અને અફઘાનિસ્તાનથી મેળવેલ અફીણને પાકિસ્તાન ખાતે હેરોઇનમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ હેરોઈનની દાણચોરી પાકિસ્તાનથી બહાર દરિયાઈ માર્ગ સહિતના વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવે છે.
ગુજરાતના દરીયાકિનારે હેરોઈન ઉતાર્યા બાદ તેને દિલ્હી ખાતે નિયામત ખાનને આપવાનું હતું. તેમજ સલામ નામના શખ્સને કન્સાઈન્મેન્ટ કબ્જો આપવાનો હતો. સલામ કન્સાઈન્મેન્ટને ચેન્નાઇ અને કાસરગોડ આંધ્રપ્રદેશમાં લઇ જવાનો હતો. કન્સાઈન્મેન્ટ મેળવીને સલામને આપવા નિયામત ખાનને 15,500 ડોલર પણ આપ્યા હતા. સાથે જ ઔરંગાબાદના એક વેપારી બદરૂદિન શેખનું નામ ખુલ્યું હતું. જેને તપાસ માટે ATS લાવવામાં આવ્યો છે. આ સમગ્ર કન્સાઈન્મેન્ટ નાના નાના ભાગોમાં ચેન્નાઇ અને કોસરગાર્ડ ખાતે પહોંચાડવાનું હતું. જ્યાંથી આ હેરોઈનની દાણચોરી ભારતથી બહારના દેશોમાં થવાની હતી. આ ઘટનાને પગલે હાલમાં દરિયાકાંઠાની વ્યાપક દેખરેખ અને પેટ્રોલિંગ કરવામાં આવે છે.