ETV Bharat / state

સાળા-બનેવીએ સાથે મળી લૂંટ ચલાવી, ખેડૂતની હત્યાના કેસમાં ઝડપાયાં - એલસીબી

ધોલેરાના સાંગાસર ગામે રહેતાં ખેડૂત પાસેથી લૂંટ કરી હત્યા કરનાર સાળા-બનેવીની અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ધરપકડ કરી છે. ખેડૂતે જમીન વેચતાં પૈસા આવ્યાં હતાં અને આરોપીઓને જાણ થતાં લૂંટ કરવા કાવતરું ઘડ્યું હતું. પોલીસે હાલ બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

સાળાબનેવીએ સંપીને લૂંટ કરી, ખેડૂતની હત્યાના કેસમાં ઝડપાયાં

author img

By

Published : Jun 27, 2020, 3:15 PM IST

અમદાવાદઃ વિગતે વાત કરીએ તો ધોલેરાના સાંગાસર ગામે રહેતાં ભીમભાઈ ઠેભાણી મોબાઈલ પર 19 જૂને ફોન આવતાં બાઇક લઈ ઘરેથી નીકળ્યા હતાં. મોડી રાતે પરત ન આવતાં આસપાસના ગામ અને ભાવનગર તપાસ કરી હતી. 22 જૂનના રોજ હેબતપુર જુપાલી નામની સીમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ધોલેરા પોલીસ અને અમદાવાદ એલસીબીની ટીમે તપાસ શરૂ કરી મોબાઈલ ફોન પર આવેલા ફોન નંબર અને બાતમીના આધારે ભરત વેગડ અને રાજેશ સોલંકીની ધરપકડ કરી છે. બંને આરોપી મૃતકને ઓળખતા હતાં.

સાળાબનેવીએ સંપીને લૂંટ કરી, ખેડૂતની હત્યાના કેસમાં ઝડપાયાં
મૃતકે થોડા સમય પહેલા જમીન વેચતાં 55 લાખ રૂપિયા આવ્યાં હતાં. જુગાર રમવાનો શોખીન અને રૂપિયા જોડે રાખતો હોવાથી તેની પાસેથી પૈસા મેળવવા લૂંટ કરવાનું બંને સાળા-બનેવીએ નક્કી કર્યું હતું. કોલગર્લ બોલાવે છે કહી અને ફોન કરી મૃતકને બોલાવ્યાં હતાં અને બાદમાં માથામાં સળિયો મારી હત્યા કરી નાખી હતી. મૃતક પાસે વધુ રૂપિયા હતાં જોકે ત્યારે માત્ર 4500 રૂપિયા જ મળ્યાં હતાં. મૃચદેહને બાઇક સાથે બાંધી અને બાવળની ઝાડીઓમાં ફેંકી દઈ ફરાર થઈ ગયાં હતાં, જેમની આજે ધરપકડ કરવામાં આવી છે. હાલ ગ્રામ્ય LCBએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.