મહિલા સશક્તિકરણ અને સ્ત્રી ભ્રૂણ હત્યા અંગે જાગૃતિ ફેલાવવાના સરકારના પ્રયત્નોની પ્રશંસા કરતા મુખ્ય અતિથિ જાગૃતિબેન પંડ્યા - બાળ અધિકાર આયોગ ગુજરાતના અધ્યક્ષ એ જણાવ્યું હતું કે, સરકાર ઘણી યોજનાઓ સાથે બેટી બચાવો બેટી પઢાવો માટે મોટા પ્રયત્નો કરી રહી છે. સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવાની પણ તમામ નાગરિકોની જવાબદારી છે.અતિથિવિશેષમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ ધિરેન્દ્રસિંહ તોમરએ જણાવ્યું હતું કે, શિક્ષણના તમામ વર્ષોમાં તેમણે જોયું છે કે, છોકરીઓ અભ્યાસમાં આગળ છે અને ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી હવે માતાપિતાએ તેમનો વિચાર બદલવો જોઈએ અને છોકરીઓ અને છોકરાઓને સમાન ગણવા જોઈએ. બાળકીને શિક્ષિત કરવા વિશેષ કાળજી લેવી જોઈએ.
વજ્ર 'ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન'ના ડિરેક્ટર રૂઝાન ખામ્બટ્ટા એ કહ્યું કે, જીવન પડકારોથી ભરેલું છે. આ પડકારોને પહોંચી વળવા એ મહત્વનું છે કે આપણું મન અને શરીર બંને યોગ્ય હોય. તે વૈજ્ઞાનિક રૂપે સાબિત થયું છે કે ફિટ બોડી ફિટ મન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. અમે બેટી બચાવો બેટી પઢાવો અને ફિટ ઇન્ડિયા ચળવળને પ્રોત્સાહન આપવા અને ઇન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પર અમારા પ્રયત્નો વિશે વિશ્વને બતાવવા માટે આ રેકોર્ડનો પ્રયાસ કરી રહ્યા છીએ. સરખેજ કેળવણી મંડળના પ્રમુખ મુકેશ પટેલ જણાવ્યું હતું કે, આ રેકોર્ડના પ્રયાસથી અમને ખૂબ આનંદ થાય છે જ્યાં 3000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમાં જમ્પિંગ જેક્સ કસરત કરી અને ફ્રૂટ ડ્રિન્ક પીધું હતું. શક્તિના આ અનોખા કાર્યક્રમને પરિણામે લોકોમાં જાગૃતિ અને ઉત્સુકતા આવી અને સાથે ખૂબ જ મનોરંજન સાથે ફિટનેસ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.