ETV Bharat / state

આસામ બટાલિયનમાં ફરજ બજાવતા સૈનિકને અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ - Ahmedabad

આસામ બટાલિયનમાં ફરજ બજાવતા સૈનિક શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલને અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ હતી. જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહપ્રધાન પ્રદીપસિહ જાડેજાએ પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

સૈનિકને અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ

author img

By

Published : Aug 3, 2020, 11:52 PM IST

અમદાવાદ: આસામ બટાલિયનમાં ફરજ બજાવતા ભાવનગરના ભંડારિયા ગામના વતની હવલદાર શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલનું હૃદયરોગના હુમલાના પગલે દુઃખદ અવસાન થયું હતું. જેઓનો પાર્થિવદેહ આજે સોમવારે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ એરપોર્ટ ખાતે સ્વ.શક્તિસિંહના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શક્તિસિંહ ભારતીય સેનામાં ઇલેક્ટ્રોનિક અને મિકેનિકલ એન્જિનિયર કોર્પસમાં સેવા આપી રહ્યા હતાં. તારીખ 31 જૂલાઈના રોજ હૃદયરોગના હુમલાના કારણે તેઓનું દુઃખદ અવસાન થયું હતું. સ્વર્ગસ્થના પાર્થિવદેહને અમદાવાદથી તેમના વતન લઈ જવાયો હતો.

સૈનિકને અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ
જોકે આ વચ્ચે અમદાવાદ કલેકટર કે.કે.નિરાલા તથા આર્મીના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.