સાયન્સ સિટી ખાતે એક વર્ષથી રોબોટિક ગેલેરી આકાર પામી રહી છે. આ ગેલેરીમાં નિર્માણ થઈ રહેલાં રોબર્ટને વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ-2019માં નમૂનારૂપે મુકવામાં આવ્યા છે. સાયન્સ સિટી ખાતે રોબોટીક ગેલેરીમાં 150થી વધારે રોબોટ સ્થાન મેળવશે. જેમાંથી હાલ 10 રોબોટ મુકવામાં આવ્યા છે. જેમાં હાલ ડાન્સિંગ રોબોટ, મ્યુઝિક પ્લેયીગ રોબોટ, વેઈટર રોબોટ અને ટૂર ગાઈડ રોબોટ મુકવામાં આવ્યા છે. જે સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
- એક વર્ષથી સાયન્સ સિટી ખાતે આકાર પામી રહેલી રોબોટીક ગેલેરી માર્ચ મહિના સુધી ખુલ્લી મુકાશે.
- આ ગેલેરીમાં 150થી વધુ સેક્ટરના રોબોટ ભાગ લેશે.
- ગેલેરીમાં પ્રથમ હરોળમાં હિસ્ટ્રીના રોબોટ હશે જે રોબોટિક હિસ્ટ્રી વિશે પરિચય આપશે.
- ગેલેરીની બીજી હરોળમાં સ્પોર્ટ્સના રોબોટ હશે, જે અવનવી રમતો રમીને દર્શાવશે.
- આ સાથે ત્રીજી હરોળમાં મિલિટરી રોબોટ હશે, જે કુદરતી હોનારતો અને ડિફેન્સ માટે મદદ કેવી રીતે કરવી તે દર્શાવશે.
- ગેલેરીમાં ચોથી હરોળમાં ભારતમાં બનતા રોબોટ પ્રદર્શન સાથે પ્રમોશન કરશે
- ગેલેરીમાં પાંચમી હરોળમાં વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત વિવિધની દર્શાવતા રોબોટ પોતાના અનુભવો રજૂ કરશે
- છથી હરોળમાં મનોરંજન પૂરું પાડનારા રોબોટ હશે જે મુલાકાતીઓને મનોરંજન પૂરું પાડશે
- અંતિમ તબક્કામાં ડ્રાઇવર વિના કાર ચલાવતા રોબોટ હશે.
- માર્ચ 2020 સુધીમાં સાયન્સ સિટી ખાતે ગેલેરી ઉદ્ઘાટન કરવામાં આવશે જે એશિયાની સૌથી મોટી અને દેશની પ્રથમ રોબોટિક ગેલેરી બનશે. જેથી હવે સાયન્સ સિટી ખાતે આવતા મુલાકાતી માટે નવું નજરાણું બનશે.
આમ, આ ત્રિદિવસીય સમિટમાં રોબોટીક ગેલેરીમાં 150થી વધારે રોબોટ મુકવામાં આવ્યાં છે. જેને જોવા માટે અને ટેક્નોલોજીની રસપ્રદ માહિતી મેળવવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં.