ETV Bharat / state

અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં થઇ રહ્યો છે વૃક્ષારોપણ કાર્યક્રમ - વૃક્ષારોપણ કાર્યક્રમ

આજના આ યુગમાં વૃક્ષનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ છે. જેને ધ્યાનમાં રાખીને ઈન્ડીયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રિવેન્સ રિડ્રેસલ એસોસિએશન તરફથી એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં ગ્રીન ટેરિટરી કાર્યક્રમ હાથ ધરાયો છે. આ કાર્યક્રમ હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

વૃક્ષારોપણ
વૃક્ષારોપણ
author img

By

Published : Jul 18, 2020, 2:03 AM IST

અમદાવાદઃ ઈન્ડીયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રિવેન્સ રિડ્રેસલ એસોસિએશન તરફથી એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં ગ્રીન ટેરિટરી કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવશે.

વૃક્ષારોપણ
દરેક પોલીસ સ્ટેશનમાં ગ્રીન ટેરિટરી કાર્યક્રમ હાથ ધરાયો

અમદાવાદ શહેર પોલીસ કમીશનર આશીષ ભાટીયાની મંજૂરીથી 24 જુલાઈ સુધી શહેરના સુધી જુદા-જુદા વિસ્તારના પોલીસ સ્ટેશન પર લીમડો, ગુલમહોર, પેસ્ફોર્મ, લણજી, કાશીદ, ગરમાળો, મિલેટીયા, બોરસલી, સપ્તપર્ણી, ટેબુબીયા રોઝીયા, કદમ, ખાટી આંબલી, જાંબુ જેવી જુદી-જુદી જાતિના વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વૃક્ષારોપણ
ન્ડીયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રિવેન્સ રિડ્રેસલ એસોસિએશન તરફથી એક અનોખી પહેલ કરવામાં આવી

અત્યાર સુધીમાં વસ્ત્રાપુર,સરખેજ અને સેટેલાઇટ જેવા પોલીસ મથકોએ પોલીસ અધિકારીઓ હાજરીમાં વૃક્ષારોપણ થઈ ચૂક્યું છે. બાકી રહેલા પોલીસ મથકોએ પણ આ કાર્યક્રમ 24 જુલાઈ સુધીમાં સંપન્ન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાના સમયમાં વૃક્ષારોપણ કરવાથી વૃક્ષો આપોઆપ સરળતાથી વિકસિત થઈ જાય છે. સ્થાનિક સરકારો દ્વારા પણ આ સમયે વૃક્ષોરોપણ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

30 જૂનઃ અમદાવાદ બનશે ‘ગ્રીન સીટી’, રિવરફ્રન્ટ પર 35 હજાર વૃક્ષોનું રોપણ કરાશે

અમદાવાદ રિવરફ્રન્ટ પર 9,000 સ્કવેર મીટર જગ્યામાં લગભગ 35,000 વૃક્ષો રોપવામાં આવશે. જેમાં કુલ 40 પ્રકારના વૃક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા આ વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી લગાવવામાં આવશે. જેમાં સેતુર, જાંબુ, અરીઠા, ઉમરો, બદામ, આમળા અને સરગવો જેવા વૃક્ષો રોપાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.