- શેર બજારની નજર આજે સુપ્રીમ કોર્ટ પર
- સુપ્રીમ કોર્ટ લોન મોરેટોરિયમ પર કરશે સુનાવણી
- કોર્ટના નિર્ણય પહેલા બેન્કિંગ શેરોમાં જોરદાર તેજી
અમદાવાદ: એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈના અહેવાલોને પગલે ભારતીય શેરોના ભાવ નીચા મથાળે ગેપમાં ખૂલ્યા હતા. લોન મોરિટોરિયમ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. મોરિટોરિયમ અંગે સુપ્રીમ કોર્ટેના નિર્ણય અંગે શેર બજાર રાહ જોઈ રહ્યું છે. કોર્ટે બેન્કોના NPA (નોન પર્ફોર્મન્સ એસેટ્સ) જાહેર કરવા પર લાગેલી રોક હટાવી શકે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા બેન્કિંગ શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: શેર બજારમાં ભારે વેચવાલીથી નરમાઈ, સેન્સેક્સ વધુ 87 પોઈન્ટ ઘટ્યો
સેન્સેક્સ 122.4 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આગલા બંધ 49,878.77ની સામે આજે મંગળવારે 49756.37 પોઈન્ટ પર ખૂલ્યો હતો. મંગળવારે શરૂઆતમાં જ સેન્સેક્સમાં 122.4 (0.27 ટકા) પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
નિફટી ઈન્ડેક્સ 32.25 વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ આગલા બંધ 14,736.30ની સામે આજે સવારે 14768.55 ખૂલ્યો હતો. એટલે કે સોમવાર કરતા મંગળવારે નિફ્ટી ઈન્ડેક્સમાં 32.25નો વધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: સેન્સેક્સમાં 630.51 અને નિફ્ટીમાં 184.15 પોઈન્ટના કડાકા સાથે શેરબજાર ખૂલ્યું
બજારમાં સારી શરૂઆત બાદ બજાર ઉપરી સ્તરથી હળવું થયું
બજારમાં સારી શરૂઆત બાદ બજાર ઉપરી સ્તરથી હળવું થયું છે. નિફ્ટી 14800થી નીચે ગયો છે. HDFC બેન્ક, અદાણી પોર્ટ્સ અને મારૂતિથી સહારો મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી દિવસના હાઈની નજીક 200 અંક નીચે છે, પરંતુ મિડકેપનો જોશ વધુ છે. જ્યારે ઈન્ડેક્સમાં સતત ત્રીજા દિવસે તેજી છે.