- આમ આદમી પાર્ટી ગુજરાતના નવા પ્રમુખ ગોપાલ ઈટાલિયા
- રાજ્યના પ્રવકતા ફિલ્મી અભિનેત્રી નિકિતા રાવલ
- રાજ્યના મીડિયા વડા તુલી બેનર્જીની નિયુક્તિ થઈ
અમદાવાદ :આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગ પેસારો કરવાનું શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટીની આજે શનિવારે મળેલી પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાનું બ્યૂગલ ફૂંક્યું છે. ગુજરાતીઓને ભાજપ અને કોંગ્રેસ સિવાય હવે ત્રીજો વિકલ્પ એટલે કે, યુવા નેતૃત્વનો વિકલ્પ મળશે. તમામ બેઠકો પર ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડશે, જેના માટે રણનિતી ઘડાઈ ગઈ છે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે, ત્રણ નવી નિયુક્તિ થઈ દિલ્હી જેવા પ્રજાલક્ષી કામ ગુજરાતમાં થશેઆમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે પ્રજા માટેના કામ કર્યા છે, તેવા જ કામ ગુજરાતમાં કરવામાં આવશે, તેમ કહીને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ભષ્ટ્રાચાર મુક્ત સરકાર બનાવવની નેમ વ્યક્ત કરી હતી. સરકારના અણઘડ નિર્ણયો સામે આમ આદમી પાર્ટી વિરોધ કરશે, અને ચટ્ટાન બનીને તેનો સામનો કરશે.
આમ આદમી પાર્ટીની ત્રણ મહત્વપૂર્ણ જાહેરાત
આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી સમિતીએ ત્રણ મહત્ત્તવપૂર્ણ જાહેરાત કરી હતી. ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઈટાલિયાની નિયુક્તિ કરી હતી, તેમજ લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી નિકિતા રાવલ આજે જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જેમને ગુજરાત રાજ્યના પ્રવકતા બનાવાયા છે. તેમજ તુલી બેનરજીને રાજ્યના મીડિયા વડા તરીકે નિમણુંક કરવામાં આવી છે.